ભાવનગરના એક જ પરિવારના ત્રણ સહિત કુલ પાંચ દર્દીઓએ જીત્યો કોરોના સામેનો જંગ
- Advertisement -
ગત તા.૪ મે ના રોજ ભાવનગરના શાંતિનગર, ચિત્રા ખાતે રહેતા ૨૭ વર્ષીય રણજીતસિંહ નરસિંહ મચ્છર, તા.૬ મે ના રોજ ભાવનગરના ગીતા ચોક ખાતે રહેતા ૧૮ વર્ષીય આગમ નિલેશભાઈ વોરા, તા.૬ મે ના રોજ ભાવનગરના ગીતા ચોક ખાતે રહેતા ૧૮ વર્ષીય આનંદ નિલેશભાઈ વોરા, તા.૬ મે ના રોજ ભાવનગરના ગીતા ચોક ખાતે રહેતા ૧૩ વર્ષીય આંગી કુમારભાઈ વોરા અને તા.૬ મે ના રોજ ભાવનગરના મતવા ચોક, રેલ્વે સ્ટેશન રોડ ખાતે રહેતા ૩૮ વર્ષીય જુબેદાબેન આશરફભાઈ પઠાણના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ.
- Advertisement -
આઇસોલેશન વોર્ડમાં બિછાનેથી સ્કેચ તૈયાર કર્યાં
કોરોના વાઈરસનું નામ પડતાં જ મજબૂત મનોબળ ઘરાવતા લોકો પણ સહેજ ઢીલા પડી જતાં હોય છે, ત્યારે આઇસોલેશન વોર્ડમાં બિછાનેથી સ્કેચ દ્વારા કામયાબ થશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભાવનગરમાં ડિસ્ચાર્જ લેનાર યુવાનો જ્યારે આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ હતા. તે દરમિયાન તેમણે ખુબ જ વિશ્વાસ સાથે કાગળ પર પેન્સિલ વડે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રધ્વજ અને હમ હોંગે કામયાબ અને આઇસોલેશન વોર્ડનો સ્કેચ તૈયાર કર્યો હતો.
- Advertisement -
ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓનુ આરોગ્ય તપાસતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ ૫ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી.
- Advertisement -