- Advertisement -
ભાવનગરમાં આગામી ૨૩ જૂન ને મંગળવાર અષાઢી બીજ ના દિવસે આવનારી ભગવાન શ્રી જગન્નાથજીની ૩૫મી રથયાત્રાના અનુસંધાને આજે તા.૨/૬/૨૦૨૦ ને મંગળવારે ભગવાનેશ્વર મહાદેવ મંદિર સુભાષનગર ખાતે રથયાત્રા સમિતિના ટ્રસ્ટીઓની મિટિંગ મળવામાં આવી.
- Advertisement -
- આ મિટિંગ માં રથયાત્રા આ વૈશ્વિક મહામારી કોરોના ની વચ્ચે ક્યાં સ્વરૂપ અને સંખ્યામાં નીકળશે તેની ચર્ચા કરવામાં આવી..
- તે મુજબ રથયાત્રા સંપૂર્ણ સાદગીપૂર્વક નીકળશે.
- સવારે સંપૂર્ણ ધાર્મિક પૂજા વિધિ બાદ માત્ર ભગવાનનો રથ નગરયાત્રાએ નીકળશે. બીજા કોઈ પણ આકર્ષણો, જાખી, ફ્લોટ્સ, મંડળીઓ, ટ્રકો નહિ જોડવામાં આવે.
- આ વૈશ્વિક મહામારી કોરોના ની વચ્ચે રથયાત્રા સમિતિ ના ટ્રસ્ટીઓ દ્વારા ભક્તજનો ને પણ રથયાત્રા ઘરે બેસી ને ટીવી પર નિહાળવા અને ભગવાનના દર્શન કરવા અપીલ કરવામાં આવશે.
- આ ઉપરાંત રથયાત્રા અંગે તંત્ર અને સરકારશ્રી પાસે મંજૂરી માટેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રથયાત્રાની વ્યવસ્થા અંગે તંત્ર સાથે પણ બેઠક યોજવામાં આવશે.
- આ મિટિંગ માં શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ ભાવનગર ના અધ્યક્ષ હરૂભાઈ ગોંડલીયા, મહામંત્રી મનસુખભાઇ પંજવાણી, કરશનભાઈ વસાણી, અનિરુધ્ધસિંહ ગોહિલ, ક્રાંતિબેન ભટ્ટ, કિશોરભાઈ ભટ્ટ, બાબુભાઇ મેર, કૌશિકભાઈ ચાંદલિયા, અતુલભાઈ પંડ્યા વગેરે ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- ઉપરાંત શિવ વિહાર ટ્રસ્ટના પ્રમુખ હરપાલસિંહ રાણા પણ ઉપસ્થિત રહ્યા હતા.
- રથયાત્રા સમિતિ ના કાર્યાલય મંત્રી રસિકભાઈ વાઘેલા નું થોડા દિવસ પહેલાજ અવસાન થયું હોય તેમને શ્રધ્ધાંજલી પણ આપવામાં આવી.
- Advertisement -