કોરોના ના કપરા કાળ માં આવશ્યક સેવાઓમાં રહેલ વાહનોમાં વિનામૂલ્યે હવા-પંચર બનાવી અનોખી સેવા આપતો કોરોના વોરિયર અલ્કેશ.
- Advertisement -
આજ કોરોના સામેની લડાઈમાં પણ સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારીમાં સપડાયું છે ત્યારે કોરોનાને પરાસ્ત કરવા અનેક કોરોના વોરિયર્સ પોતાનું યથા યોગ્ય યોગદાન આપી રહ્યા છે. ત્યારે રામસેતુની ખિસકોલી સમાન આવો જ નાનો પણ ખૂબ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે ભાવનગરનો અલ્કેશ.
- Advertisement -
કોરોના સામે લડવા પોલીસ, મેડિકલ સ્ટાફ, મીડિયા વગેરે સેવાઓ રાત-દિવસ એક કરી પ્રચંડ લડત આપી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે આ તમામ આવશ્યક સેવાઓને ચલાવવા પોતાના વાહનોની જરૂર પડે અને આ વાહનોમાં પંચર પડે અથવા તો તેમાં હવાનું પ્રમાણ ઘટે ત્યારે ભાવનગરમાં રહેતો અલ્કેશ નામનો યુવાન આ તમામ આવશ્યક સેવાઓ માં વપરાતા વાહનોમાં હવા ભરી આપવાનું તેમજ પંચર બનાવી આપવાનું કામ વિનામૂલ્યે કરી પોતાની રાષ્ટ્ર ભાવના તેમજ સામાજિક ઋણ અદા કરી રહ્યો છે.
- Advertisement -
જ્યારથી લોકડાઉન થયું છે ત્યારથી અલ્કેશ પોતાના ઘરની બહાર અવિરત એમ્બ્યુલન્સ, પોલીસ, ડોક્ટર, મીડિયા વગેરેના વાહનોમાં પંચર તેમજ હવા ભરવાની સેવા આપી રહ્યો છે.અલ્કેશની માફક દરેક વ્યક્તિ જો પોતાનાથી થતી શક્ય તે મદદ કરવા આગળ આવેલડાઈમાં વિજય મેળવવો ચોક્કસપણે આસાન થઈ જાય.
- Advertisement -