સ્વેચ્છાએ સામે આવી ટેસ્ટિંગ કરાવવા અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકની જાહેર જનતાની અપીલ
- Advertisement -
અમરેલી જિલ્લાની હાલની કોવિડ-૧૯ના સંક્રમણની સ્થિતિને ધ્યાને લઇ જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં વધતા કેસોને ધ્યાને લઇ આપણે ટેસ્ટિંગ પણ વધારી દીધું છે. રાજ્ય સરકાર દ્વારા લગભગ ૩૦૦૦ એન્ટિજેન રેપિડ ટેસ્ટ કીટ આપવામાં આવી છે. જેનાથી આપણે દરરોજ ૬૦૦ થી ૮૦૦ વ્યક્તિઓનું સેમ્પલિંગ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે.
- Advertisement -
- Advertisement -
કલેક્ટરશ્રી અમરેલીની જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે જે વ્યક્તિઓને શરદી, ખાંસી, શ્વાસોશ્વાસમાં તકલીફ જેવા લક્ષણ જણાય તેવા તમામ વ્યક્તિઓ આગળ આવીને પોતાનું સેમ્પલ લઈ તપાસ કરાવી લે. આવી સ્થિતિમાં ડરવાનું કોઈ જરૂર નથી કારણ કે જો વહેલું પરીક્ષણ થાય અને તાત્કાલિક સારવાર મળી રહે તો મોટી મુશ્કેલી ટાળી શકાય છે. ૫૦ વર્ષથી કે તેથી વધુ ઉંમરના લોકો કે જેમને ડાયાબિટીસ, હૃદયરોગ, હાયપર ટેંશન, કિડનીની ગંભીર બીમારી હોય તો વ્યક્તિ હોય તો ફરજિયાત પોતાનું ટેસ્ટ કરાવી લેવું જોઈએ.
આ અંગે વધુ વાત કરતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના વધતા કેસોને લઇ અમરેલીની વિવિધ હોસ્પિટલમાં જેમ જેમ બેડ ભરાતા જાય છે એમ આપણે બીજા જિલ્લાની જેમ હોમ આઇસોલેશનની પ્રવૃત્તિ પણ ચાલુ કરી છે. જો કોઈ વ્યક્તિ કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ધરાવતા ન હોય અને માત્ર શરદી, ખાંસી, શ્વાસોશ્વાસમાં તકલીફ જેવા લક્ષણ ધરાવતા હોય તેવા તમામ લોકો પોતાના ઘરમાં રહીને પોતાની સારવાર કરી શકે છે. અને તેના માટે એમને એમના ઘરમાં એક એટેચ ટોયલેટ સાથેનો એક રૂમ હોવો ફરજિયાત છે. આવા વ્યક્તિઓને કોઈ પ્રાઈવેટ ડૉક્ટર એમની સારવાર આપવા માટે તૈયારી બતાવે તો હોસ્પિટલમાં દાખલ કરવાની પણ જરૂર નથી. પોતાના ઘરમાં જ રહીને સારવાર કરી શકો છો
- Advertisement -