- Advertisement -
અમરેલી જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની મુખ્યમાંગ સાથે આજે અમરેલીના રાજકમલ ચોક ખાતે વિપક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં જીલ્લાના તમામ પાંચ ધારાસભ્યો અને ખેડૂતો એક દિવસના પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે.

- Advertisement -
જેનીબેન ઠુંમર અને ધારાસભ્ય વિરજી ઠુમર, અંબરીશ ડેર, પ્રતાપ દુધાત, જે.વી.કાકડીયા ખેડૂતોના હિતને અનુલક્ષીને દુષ્કાળ જેવી સ્થતિનો સામનો કરી રહેલ અમરેલી જીલ્લાના ખેડૂતોના દેવા માફી, પાક વીમો ચુકવણી, પશુધન માટે ઘાસચારો તેમજ નર્મદાના પાણીની તવરીત વ્યવસ્થા કરવાની ઉગ્ર માંગ સાથે યોજાયેલા આ કાર્યક્રમના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક ખુલ્લો પત્ર પણ લખવામાં આવ્યો છે..

- Advertisement -
આવતીકાલે સરદારની પ્રતિમાનું અનાવરણ કરવા માટે ગુજરાત આવી રહેલા પ્રધાનમંત્રી ગુજરાતની વેદના સાંભળે તેવી માંગ પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવી હતી….

ગાંધીના ગુજરાતમાં આવતા પ્રધાનમંત્રી મોદીને આવકારીને 7 પ્રશ્ન સાથે ખુલ્લો પત્ર ધાનાણી એ પાઠવીને આવતીકાલે પ્રધાનમંત્રી પ્રત્યુત્તર પાઠવે તેવી આશાઓ ધાનાણી સેવી રહ્યા છે
- Advertisement -