કોરોના સામેની લડતમાં સતત ૨ મહિનાથી એકપણ રજા વગર વતન અમરેલીથી દૂર સિહોરમાં ફરજ નિભાવે છે આ મેડિકલ ઑફિસર
- Advertisement -
કોરોના મહામારીથી લોકોને બચાવવામાં આરોગ્ય વિભાગની કામગીરી ર૪ કલાક ચાલી રહી છે.પોતાના જીવના જોખમે સતત શંકાસ્પદ, કોરોના સંક્રમીત વ્યકિતઓની સારવાર, કોરોનાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી આ કપરા દિવસોમાં આરોગ્ય કર્મીઓ ખરા કોરોના વોરીયર્સ સાબીત થઇ રહ્યા છે.

- Advertisement -
- Advertisement -
સિહોરના આવા જ એક કોરોના વોરિયર્સ છે ડો.આરતી બસિયા.ડો.આરતી બસિયા મેડીકલ ઓફિસર તરીકે સિહોર તાલુકામાં ફરજ બજાવે છે. તેમણે આ બે મહિના દરમિયાન સિહોરમા આરોગ્યને લગતી તમામ કામગીરી ખુબ નિષ્ઠાપૂર્વક કરી કોરોના સામેના જંગમાં પોતાની કાર્યદક્ષતા દર્શાવી છે. ડો.આરતી કહે છે, સિહોરમાં જ્યારે કોરોનાના કેસ આવવાના શરૂ થયા ત્યારે શરૂઆત થીજ કોરોના સંક્રમણને અટકાવવા સંક્રમિત વિસ્તારોમાં ફિલ્ડ વર્ક કરેલ ત્યાર બાદ લોકોને કોરેન્ટાઈન કરવાની કામગીરી પણ હાથ ધરી આરોગ્યને લગતી તમામ કામગીરી કરવામાં આવી. શિહોરમાં એકસામટા પોઝીટીવ કેસ નોંઘાયા ત્યારે ત્યા કામ કરતા ડર ન લાગ્યો?ત્યારે એ વિશે તેમણે કહ્યુ, આ કામ આપણુ છે. આપણે નહિ કરીએ તો કોણ કરશે.?
આ કામગીરી દરમિયાન મને સૌથી વઘુ ચિંતા મારા ૨ વર્ષના બાળકની હતી. ખાસ કરીને શિહોરમાં પોઝીટીવ કેસ નોંઘાયો ત્યારથી કામ કરવું જોખમ ભર્યુ હતુ.પરંતુ જેટલો મારો પરિવાર મહત્વ નો છે એટલો જ અન્યનો પરિવાર અને જીવ મહત્ત્વ નો છે.ત્યારે ભગવાન સૌની રક્ષા કરશે એમ માની અમે કોરોના સામે લડવા મેદાને ઉતરી ગયા.
ઉલ્લેખનીય છે કે ડો.આરતી બસિયા તેના પતિ અને ૨ વર્ષના બાળક સાથે સિહોરમાં પોતાના વતન અમરેલીથી દૂર રહે છે. તેમણે લોકડાઉન જાહેર થયુ ત્યારથી લઈ આજદિન સુધી એક પણ રજા લીધી નથી.સતત સિહોર કોરોનામુક્ત કઇ રીતે બને તે માટે લીધેલા પગલાં અને કામગીરી માટે ડો.આરતીએ કોરોના વોરીયર્સ તરીકે પોતાની જાતને પુરવાર કરી તે બદલ તેઓ અભિનંદનને પાત્ર છે.
- Advertisement -
When someone writes an paragraph he/she keeps the image of a user in his/her brain that how a user can be aware of it.
Thus that’s why this article is perfect. Thanks!