fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

મોરારીબાપુ પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત, કયાક પબુભા માફી માગે એવી માગણી તો કયાક રાજનામુ પડયુ.

5,483

- Advertisement -

દ્વારકાના વિવાદાસ્પદ ધારાસભ્ય પબુભા માણેકનો કથાકાર મોરારીબાપુ પર હુમલાના પ્રયાસ બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઘટનાને પગલે જામનગરમાં આહિર સમાજની તાકિદની બેઠક બોલાવાઈ હતી. જેના બાદ નિર્ણય લેવાયો કે, આહિર સમાજ દ્વારા આવતીકાલે દ્વારકામા પબુભા વિરુદ્ધ ફરિયાદ નોંધાવાશે. જામનગર-દ્વારકા આહિર સમાજે ઘટનાને સખત શબ્દોમાં વખોડી છે. સમગ્ર ઘટનાને લઇને હાલારનો આહિર સમાજ લાલઘૂમ બન્યો છે. 15 દિવસમા મોરારીબાપુ અને આહિર સમાજની માફી માંગવા આહિર સમાજે માંગ કરી છે. આવતીકાલે આહિર સમાજ દ્વારા પબુભા વિરુદ્ધ આવેદનપત્ર આપશે. તેમજ પબુભા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. સમગ્ર આહિર સમાજમાં ભારે આક્રોશ અને આહિર સમાજ લાલઘુમ જોવા મળ્યો. હાલારના આહિર સમાજની તાકિદની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. 

જાફરાબાદ તાલુકા ભાજપ મહામંત્રીએ રાજીનામુ આપ્યું 

- Advertisement -

તો અમરેલીમાં પણ કથાકાર મોરારીબાપુ ઉપર પબુભા દ્વારા દ્વારકામા હુમલા કરવાનો પ્રયાસના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જાફરાબાદ તાલુકા ભાજપ મહામંત્રી તુષાર ત્રિવેદીએ હોદ્દા પરથી રાજીનામુ આપ્યું છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા મામલે જાફરાબાદ મામલતદારને આવેદનપત્ર અપાયું છે. ‘સાધુનુ અપમાન હું સહન નહિ કરી શકુ. હોદ્દા પરથી રાજીનામુ આપું છું. હવે હુ આ બોજ ઉપાડી શકીશ નહિ….’ તેમ કહી જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામુ આપ્યું છે. પબુભાના ભાજપના સંસ્કાર નથી તેથી તાકીદે પગલા લેવા જોઈએ. કથાકાર મોરારીબાપુની ગઈ કાલની ઘટનાને લઈને સમગ્ર રાજુલા, જાફરાબાદ મહુવા વિસ્તારના લોકો ચિંતિત છે તેવું તેઓએ જણાવ્યું. 

- Advertisement -

જામનગરમાં મોરારીબાપુ પર હુમલાના પ્રયાસની ઘટનાના મામલે જામનગર સાધુ સમાજ દ્વારા પબુભા વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું. સાધુ સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું અને જામનગર સાધુ સમાજ દ્વારા પબુભા વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. જો પબુભા માફી નહી માંગે તો સાધુ સમાજ દ્વારા જલદ આંદોલન કરાશે.

જન અઘીકારમંચના પ્રમુખ પ્રવીણરામ દ્વારા આવતી ચુટણીમા જડબાતોડ જવાબ આપવા આહ્વાન

આ ઘટના મુદ્દે પ્રવિણરામ દ્વારા ફેસબુક પર પોસ્ટ મુકી જણાવ્યું હતુ કે મોરારીબાપુ દ્વારકા દર્શન માટે લઈ આવવા. ત્યાં સુધી બધું યોગ્ય હતું અને એ માટે મે ખુદ પણ આગેવાનો સાથે વાતચીત કરી હતી કે 15 દિવસ કે મહિનાની અંદર બાપુને દ્વારકા દર્શન માટે લઈ આવવા જોઈએ પરંતુ આહીરોના કેવાથી બાપુ દ્વારકા દર્શને આવ્યા અને ત્યારે દ્વારા બાપુ ઉપર જે હુમલાનો પ્રયાશ થયો એ આપણા માટે કલંકિત ઘટના છે , આપણો આશરા ધર્મ લજવાયો છે,ઇતિહાસમાં આપણા ઉપર કાળો દાગ લગાડવાનો પ્રયાશ થયો જે ખૂબ જ નિંદનીય બાબત છે.મારા મત અનુસાર આમની ક્ષમા ના હોઇ શકે,આમના માટે સીધો જવાબ જ હોઇ શકે અને એ જવાબ આપવા માટે આપણે સક્ષમ પણ છીએ, મારું માનવું છે કે દ્વારકા વિધાનસભાની ચૂંટણીમાં દ્વારકા આહીર સમાજે આપણા ઉપર બનેલી આ કલંકિત ઘટનાનો જડબાતોડ જવાબ આપી સમગ્ર આહીર સમાજ ઉપર લાગેલા આ દાગને દૂર કરવો જોઈએ, આમનાથી વધારે બીજો કોઈ સારો જવાબ ના હોઇ શકે જેથી કરીને આપણા આંગળે આવેલા કોઈ વ્યક્તિ ઉપર હુમલો કરતા પહેલા અન્ય કોઇ વ્યક્તિએ પણ સો વાર વિચારવું પડે

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!