- Advertisement -
શ્રી કૃષ્ણ અને યદુવંશ અંગે વિવાદિત ટિપ્પણી મામલે મોરારી બાપુ દ્વારકા પહોંચ્યા હતા ત્યારે ભાજપના નેતા પબુભા માણેક મોરારી બાપુ પર ધસી આવ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. સમગ્ર ઘટનાનું ફેસબુક પર લાઈવ કાન્હા વિચાર મંચ દ્વારા કરવામાં આવ્યું હતું. મોરારી બાપુ પર પબુભા માણેક ઘસી આવ્યા હતા. જોકે, પુનમ માડમ સહિતના અગ્રણીઓએ પબુભાને મોરારી બાપુ તરફ ઘસી આવતા રોક્યા હતા. મહત્વપૂર્ણ છે કે, મોરારી બાપુ શ્રી કૃષ્ણ અને યદુવંશ અંગે કરેલી વિવાદિત ટિપ્પણી બાદ માફી માગવા માટે દ્વારકા આવ્યા હતા. આજે વિવાદનો અંત આવવાને બદલે હવે વધી ગયો છે .
- Advertisement -
- Advertisement -
જો આ ઘટના સમયે સાંસદ પૂનમબેન માડમ અને એક યુવકે ચપળતા ના દાખવી હોત તો અનર્થ થવાની સંભાવના હતી. મોરારીબાપુ એ ગુજરાતમાં બહુ મોટુ નામ છે . ભાજપના જ જ નેતા હોવાને કારણે મોરારીબાપુ નજીક પહોંચેલા પબુભા માણેકનો ઉશ્કેરાહટ વીડિયોમાં પણ આપ જોઈ શકો છો
- Advertisement -