fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

બાબરા પંથકનાં પશુપાલકો અને ખેડૂતોમાં રાજય સરકાર સામે નારાજગી

525

- Advertisement -

વિરજીભાઈઠુંમરની આગેવાની હેઠળ પશુપાલકો અને ખેડૂતોના સમર્થનમાં આવેદનપત્ર આપ્‍યું. દુધના ભાવ ઘટાડવા સહિતનાં મુદાઓ પર ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરની આગેવાની હેઠળ મોટી સંખ્‍યામાં કોંગ્રેસનાં આગેવાનો ઘ્‍વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.

રાજય સરકાર ઘ્‍વારા દુધના ફેટનો ભાવ ઘટાડવામાં આવતા રાજયના માલધારીઓ અને પશુપાલકોમાં રોષ જોવા મળી રહૃાો છે. એક બાજુ ઘાસચારો, ખોળ, કપાસીયા, કિટુ સહિત અન્‍ય ઘાસચારો મોંઘો થતો જાય છે એની સામે રાજય સરકાર ઘ્‍વારા સહાય આપવાના બદલે દુધના ભાવમાં ધરખમ ઘટાડો કરવામાં આવતાં પશુપાલકો ભારે મુશ્‍કેલીમાં મુકાયા છે.

- Advertisement -

- Advertisement -

ત્‍યારે રાજય સરકાર ઘ્‍વારા દૂધના ભાવ ઘટાડવા સહિતની ખેડૂત વિરોધી બાબતનો બાબરા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ઘ્‍વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ કરવામાં આવ્‍યો હતો.

તાલુકા કોંગ્રેસનાં આવેદનપત્રમાં તાલુકા પંચાયત પ્રમુખ ધીરૂભાઈ વહાણી, ઉપપ્રમુખ કિશોરભાઈ દેથળીયા, નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા, ઉપપ્રમુખ જગદીશભાઈ કારેટીયા, પ્રભાતભાઈ કોઠીવાળ, જસમતભાઈ ચોવટીયા, સુરેશભાઈ સિંધવ, નટુભાઈ જાસલીયા, બાબુભાઈ કારેટીયા, અરવિંદભાઈ મેવાડા, કુલદીપભાઈ બસીયા, ધર્મેશભાઈ વાવડીયા, બાવકુભાઈ બસીયા, જગુભાઈ ખાદા, બાવાલાલ હિરપરા,મુસાભાઈ પરમાર, મુકેશભાઈ ભાલીયા, વિનુભાઈ કરકર, ડાયાભાઈ દુધાત, પરેશભાઈ કાપડીયા, અશોકભાઈ ખાચર સહિતના કોંગ્રેસનાં આગેવાનો તાલુકા પંચાયત અને નગરપાલિકાના સભ્‍યો ઉપસ્‍થિત રહી સુત્રોચ્‍ચાર સાથે મામલતદાર કચેરીમાં રેલી સ્‍વરૂપે પહોંચી મામલતદાર એન.કે. ખીમાણીને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.

ધારાસભ્‍ય ઘ્‍વારા જણાવ્‍યું હતું કે, રાજયના મુખ્‍યમંત્રી ખેડૂતો અને પશુપાલકોના વિરોધી હોય તેવું લાગી રહૃાું છે. હાલ દુષ્‍કાળની સ્‍થિતિમાં કોઈ સહાય કરવાના બદલે ઘાતકી નિર્ણય કેવી રીતે લઈ શકે ? રાજય સરકારનો દુધનો ભાવ ઘટાડવાનો નિર્ણય પશુપાલકો માટે પડયા પર પાટુ સમાન છે.

ત્‍યારે સરકાર આ બાબતે કોઈ યોગ્‍ય નિર્ણય લે તેવી માંગ કરવામાં આવી હતી.

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!