fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

અટલ ઓડિટોરિયમ ખાતે જ્ઞાન સપ્તાહ 2020 નો પ્રારંભ

757

- Advertisement -

“દેશના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ એના ગૌરવવંતા ઇતિહાસથી નહીં, પણ વર્તમાનને મજબૂત કરવાથી થઈ શકે” – આચાર્ય ધર્મબંધુજી

- Advertisement -

યુનિવર્સીટીની પવૃત્તિઓને ઉજાગર કરતા સામયિક “કૃષ્ણાર્પણ”નું વિમોચન થયું

- Advertisement -

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સટી દ્વારા આજથી અટલ ઓડિટોરિયમ ખાતે “જ્ઞાન સપ્તાહ 2020” નો વિધિવત પ્રારંભ કરવામાં આવેલ હતો. આખું અઠવાડિયું ચાલનારા આ કાર્યક્રમમાં યુવાનોને કેન્દ્રમાં રાખીને રાષ્ટ્રધર્મ, સ્વાસ્થ્ય, સમૂહ માધ્યમો, અર્થકારણ, માનવ મૂલ્યો અને સાહિત્યના વિષયો પર પ્રતિદિન અલગ અલગ વક્તાઓના વક્તવ્યોની શ્રેણીનું આયોજન થયેલ છે ત્યારે પ્રથમ દિવસે ઉપલેટા ખાતેના પ્રાંસલા ગામે વૈદિક મિશન ટ્રસ્ટના માધ્યમથી સેવા અને રાષ્ટ્ર ચેતનાની જ્યોત જગાવનારા પૂજ્ય સ્વામી ધર્મબંધુજી દ્વારા “યુવા અને રાષ્ટ્ર વિષય પર પ્રેરક વ્યાખ્યાન આપવામાં આવેલ. યુનિવર્સીટીના કુલપતિ શ્રી ડો. મહિપતસિંહ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા ઉપક્રમને ખુલ્લો મુકાયો હતો.

કુલપતિશ્રી દ્વારા મહેમાનોને આવકાર અને પરિચય આપ્યા બાદ યુનિવર્સીટીની વિવિધ પ્રવૃત્તિઓને ઉજાગર કરતા અર્ધવાર્ષિક સામયિક “કૃષ્ણાર્પણ” નું વિમોચન કરવામાં આવ્યું. આ ઉપરાંત સરકારશ્રીના નવા પ્રકલ્પ “એક ભારત શ્રેષ્ઠ ભારત” અંતર્ગત યુનિવર્સીટી કક્ષાની ક્લબનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે વિશાળ શ્રોતાગણને સંબોધતી વેળાએ સ્વામી ધર્મબંધુજીએ જણાવ્યું હતું કે કોઈ પણ રાષ્ટ્ર ના ઉજ્જવળ ભવિષ્ય માટે એના ભૂતકાળને નહીં, પણ એના મજબૂત વર્તમાનને સાધન બનાવીને આગળ વધવું જરૂરી છે. અપાર કુદરતી સંપત્તિ ધરાવતા ભારત દેશને મજબૂત કરવા માટે જાતિવાદ, પ્રાંતવાદ અને ભાષાવાદ થી ઉપર ઊઠીને રાષ્ટ્રવાદને કેન્દ્રમાં રાખવો જરૂરી છે. યુવાશક્તિ માં અચળ વિશ્વાસ ધરાવતા આચાર્ય ધર્મબંધુજીએ યુવાનોને રાષ્ટ્રહિત માં કામ કરવા માટે અને દેશના નિર્માણમાં સૂત્રધાર બનવા આહ્વાન આપ્યું હતું.

આ પ્રસંગે ભાવનગરના યુવરાજ શ્રી જયવીરરાજસિંહજી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સીટીના કુલસચિવ ડો. કૌશિક ભટ્ટ દ્વારા આભારવિધિ સંપન્ન કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જ્ઞાન સપ્તાહના સંયોજક પ્રા. હિમલ પંડ્યા દ્વારા કરવામાં આવેલ હતું.

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!