ભાઈબંધની નિશાળ: ભાવનગરમાં ફૂટપાથ પર રહેતા પરિવારો ના બાળકો માટે ચાલતી શાળા
ગુરુવાર એટલે બાલડાયરા સાથે જલસો
ભાઈબંધ ની નિશાળમાં ભાઈબંધો અઠવાડિયાના દરેક દિવસે નિયત શિક્ષણ મેળવવા સાથે અલગ અલગ પ્રવૃત્તિઓ સાથે પ્રત્યક્ષ જોડાઈ રહ્યા છે.

આજે,પેરેન્ટિંગ ફોર પીસ સાથે જોડાયેલા અને કુશલ ગ્રૂપ ટ્યૂશનના વિદ્વાન શિક્ષક મુકેશ કક્કડ સર તથા અમદાવાદ સ્થિત I.T Engineer કિશનભાઈ દવે દ્વારા ભાઈબંધો ને અભ્યાસલક્ષી માર્ગદર્શન આપી મોજજ કરાવી.

ગુરુવાર એટલે નિશાળમાં જલસા સાથે બાલડાયરા ની મોજ,દર ગુરુવારે નિશાળના
સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના માર્ગદર્શક-સંયોજક અને અન્નપૂર્ણા કેટરર્સના રચના રાજન વ્યાસ(રચનાદીદી) તથા ક્લાગુરુ ચિંતનભાઈ (ક્લાક્ષેત્ર) દ્વારા ભાઈબંધો સાથે વાર્તા-ઉખાણા-જોડકણાં અને બાલ ગીતો કરી ડાયરા માં જલસો કરાવ્યો.,સાથે નિશાળના ભાઈબંધો પણ તેમના કૌશલ્ય મુજબ અભિનય-ગીત-ભજન-ધૂન પીરસે છે તે મોજ આજે અવિરત રહી..
અંતે,નિશાળના નિત્યક્રમાનુસાર સુવિચાર-સમાચાર પઠન તથા મંત્રગાન બાદ પ્રાર્થના-રાષ્ટ્ર આરાધના કરી ઉપસ્થિતો ના આશીર્વાદ મેળવી, આજના ભોજનદાતા અને કોળિયાકના તલાટીમંત્રી કિશોરભાઈ વાઘેલા પરિવાર દ્વારા આપવામાં આવેલ સ્વાદિષ્ટ ભોજન-પ્રસાદ ગ્રહણ કરી ભાઈબંધો “જયહિંદ” સાથે નિશાળની રીક્ષામાં તેમના ફૂટપાથ બંગલે જવા નીકળ્યા.