- Advertisement -
ભાવનગરમાં 281 દીકરીઓના અભૂતપૂર્વ સમૂહલગ્ન સમારોહમાં જાનૈયા અને માંડવીયાનો મહેરામણ
- Advertisement -

આજે જવાહર મેદાન ખાતે 281 દીકરી�ઓના સમૂહ લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહેલા મુ્ખ્યમંત્રી વિજય રુપાણીએ લખાણી પરિવારને અભિનંદન આપતાં કહ્યું કે એક શ્રીમંત પરિવાર ગરીબ પરિવારો માટે આટલી ભવ્યતાથી લગ્ન કરાવ્યા તે ભાવનગર માટે એક ઐતિહાસિક ઘટના છે. સુરેશભાઇએ આ દેવદિવાળીની પૂર્વ સંધ્યાએ એક સરકાર જેવી જવાબદારી નિભાવી છે. લગ્ન આમ તો બે પરિવારનું મિલન છે પણ સુરેશભાઇએ આ પ્રસંગથી પરિવારનો વ્યાપ વધાર્યો છે. લાખાણી પરિવારે ભાવનગરની ભૂમિ પર જ્ઞાતિ અને ધર્મથી ઉપર ઉઠવાનો સંદેશ પણ આપ્યો છે. મુખ્યમંત્રીએ સૌ દંપતિ��ઓને કેટલાક માંડવે જઇ આશીર્વાદ આપ્યા હતા.
આયોજક પરિવારના દિનેશભાઈ લખાણી અને સુરેશભાઈ લખાણીએ કહ્યું હતું કે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’નું સૂત્ર આ નવદંપતિને અમે આપ્યું છે અને સમાજમાં મહિલા સશક્તિકરણનો નાદ ગૂંજ તે માટે પરંપરા અમે આગળ ધપાવશું.
સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે લાખાણી પરિવારને એક બ્રાહ્મણ તરીકે આશીર્વાદ આપતાં હું અનુભવું છું કે અહીં સ્વર્ગ ઉતર્યું છે. મનસુખભાઇ માંડવિયા, ભારતીબેન શિયાળ, વિભાવરીબેન દવે, જીતુ વાઘાણી, બિટ્ટા સિંગ, શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણી સહિત અનેકવિધ ક્ષેત્રના મહાનુભાવો, સરકારી અધિકારી��ઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -