fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

ભાવનગર-અમદાવાદ હાઇ-વે ફોરટ્રેક કરવાનું કામ શરૂ.

1,429

- Advertisement -

ભાવનગરથી ફેદરા થઇ અમદાવાદ સુધી જતા શોર્ટ હાઇવેને ફોરલાઇન કરવાના કામનો આખરે પ્રારંભ થયો છે. ભાવનગરથી અમદાવાદ જવા માટે ભાલ વિસ્તારમાં થઇને પસાર થતો શોર્ટ હાઇવે ડબલ લાઇન હોવાને લીધે આજ સુધી શહેરના કેટલાય અગ્રણીઓ સહિતના લોકોએ અકસ્માતે પોતાના જીવ ગુમાવ્યા હતા.

- Advertisement -

- Advertisement -

જે અંગે ભાવનગરની પ્રજા દ્વારા સરકારમાં અનેક વખત રજૂઆતો કરાય હતી અને કેટલાય આંદોલનો પણ કરાયા હતા. દેશના ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુના હસ્તે ત્રણેક માસ પૂર્વે ભાવનગર-અમદાવાદ રોડને ફોરલાઇન કરવા માટે ખાતમુહૂર્ત કરાયું હતુ. જે રોડની કામગીરી શરૂ કરતા ભાવનગરના લોકોમાં હર્ષની લાગણી ફેલાઇ હતી.

ભાવનગરના લોકોને ફોરલાઇન રોડથી અનેક ફાયદાઓ થશે અને લોકોને ભાવનગરથી અમદાવાદ સુધી પહોંચવામાં જે ત્રણથી ચાર કલાકનો સમય લાગે છે તે ફોરલાઇન થતા ઘટી જશે અને લોકોને સમય સાથે પૈસા પણ બચશે.

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!