નમસ્તે ટ્રમ્પ: કલાનગરી ભાવનગર ના કલાપથ સંસ્થાના કલાકારોએ ગુજરાતી ગરબા, ગોહીલવાડી મિશ્ર રાસ ભાવનગર કલાકારોએ રજૂ કર્યો..
નમસ્તે ટ્રમ્પ: કલાનગરી ભાવનગર ના કલાપથ સંસ્થાના કલાકારોએ ગુજરાતી ગરબા, ટીપ્પણી નૃત્ય, આદિવાસી નૃત્ય, ઝાલાવાડી છત્રી રાસ, ફુલ માંડવડી ગરબો અને ગોહીલવાડી મિશ્ર રાસ ભાવનગર, કલાકારોએ રજૂ કર્યો..

ગોહીલવાડી મિશ્ર રાસ ભાવેણાંના કલાકારો આ ઐતિહાસિક કાર્યક્રમના સાક્ષી બન્યા..

ભાવનગરના અંદાજે 30 જેટલા કલાકારોએ ગોહીલવાડી મિશ્ર રાસ રજૂ કરી ભાવનગર તેમજ ગુજરાતી કલા સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી જે ભાવનગરીઓ તેમજ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે..

ભાવનગર કલાક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યું છે ત્યારે નમસ્તે ટ્રમ્પમાં ગુજરાતી કલા સંસ્કૃતિ રજૂ કરવામાં સહભાગી બનનારા કલાકારો ખુબ ઉત્સાહિત જણાતા હતા.

જ્યારે આ ગુજરાતી કલાકારોએ વિદેશી મીડિયાનું પણ ધ્યાન ખેંચ્યું હતું…

ભાવનગરના આ કલાકારોનું કહેવું છે કે, આ કાર્યક્રમમાં ગુજરાતી સંસ્કૃતિ રજૂ કરવાનો મોકો મળ્યો તે અમારા માટે તેમજ ભાવનગરની કલાપ્રેમી જનતા માટે ગૌરવની વાત ,