ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના 4 યુવાનો એ બનાવ્યું સેનેટરાઇઝ મશીન
- Advertisement -
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના 4 યુવાનો એ બનાવ્યું સેનેટરાઇઝ મશીન. આ મશીન પાલીતાણા નગર પાલિકાને સોંપવામાં આવ્યું. જેની માહિતી 4 પૈકીના એક પીથલપુર શાળાના શિક્ષક શ્રી નિલેશભાઈ પટેલ દ્વારા શેર કરવામાં આવેલ અને પાલિકા દ્વારા હાલ શાકભાજી વેચાતું સ્થળ પાલિતાણા હાઇસ્કુલ ખાતે મુકવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -
આ સેનેટાઝીંગ મશીનથી કોઈપણ વ્યક્તિ માત્ર 10 સેકન્ડમાં સંપૂર્ણ રીતે સેનેટાઈઝ થઈ જાય છે. આ મશીન ભાવનગર પોલિટેકનિક ઇન્સ્ટિટયૂટના પાલિતાણાના મેનેજીંગ ડાયરેક્ટર વૈભવ પટેલ ના માર્ગદર્શન હેઠળ ચેતન પટેલ, નિલેશ પટેલ, મહેશ પટેલ અને મહિપાલ રાણાએ બનાવેલ છે.

તા. 9 ના રોજ આ મશીન પાલિતાણા નગરપાલિકા ને અર્પણ કર્યું હતું અને પાલિકા દ્વારા હાલ શહેરમાં શાકભાજી વેચાતો વિસ્તાર પાલિતાણા હાઇસ્કુલ ખાતે મુકવામાં આવ્યું હતું. સૌથી વધુ ટ્રાફિક શાકભાજી લેવા આવતા લોકોમાં થતું હોય છે, ત્યારે પાલિકા દ્વારા સેનેટાઝીંગ મશીન મૂકી કોઈપણ વ્યક્તિ હાઈસ્કૂલમાં પ્રવેશ કરતાંની સાથે તમામ લોકોને મશીનની અંદર મોકલી સંપૂર્ણ રીતે સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા. ચાર યુવાનોએ એક નવી શોધ પ્રજાના હિત માટે કરવામાં આવી તે ખરેખર પ્રશંસનીય છે.
- Advertisement -