- Advertisement -
ભાવનગર ઃ તાજેતરમાં લંડન ખાતે કોનકલેવ એવોર્ડ સમારોહ યોજાઇ ગયો જેમા ભારતના વિવિધ ક્ષેત્રની ખ્યાતનામ હસ્તીઓ જેવી કે બોની કપુર, રીના ઢાકા, સંદીપ મારવાહ, શહેનાઝ હુસૈન સહિતના 22 ભારતીયોનુ બ્રિટિસ સંસદ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુે લંડનમાં વસવાટ કરતા નામાંકિત ભારતીયો અને ગુજારતી લોકોની ઉપસ્થિતિમાં ભાવનગરની જાગૃતિ મહેતા સંઘવીએ એથનિક ફેબ્રિકમાં ફેશન શો કરીને ભારતની કપડા બનાવવાની કળા રજુ કરી હતી.
- Advertisement -
જાગૃતિબેનના મતે સફળતાનો કોઇ શોર્ટકટ હોતો નથી, સતત મહેનત અને સમય સંચાલનનો સમન્વય સાધવાથી આગળ વધવા માટે હિંમત પણ આપે છે. અને રસ્તો પણ કરી અાપે છે. જાગૃતિબેન કેન્દ્ર સરકારના વિવર્સ સેલ સાથે કાર્યરત છે.
- Advertisement -