આસામ બટાલિયનમાં ફરજ બજાવતા ભાવનગરના ભંડારિયા ગામના વતની શહીદ જવાનની અંતિમયાત્રા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
- Advertisement -
આસામ બટાલિયનમાં ફરજ બજાવતા ભાવનગરના ભંડારિયા ગામના વતની હવાલદાર શક્તિસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલનું હૃદયરોગના હુમલાના પગલે દુઃખદ અવસાન થયું છે.
તેઓનો પાર્થિવદેહ પોતાના સાસરિયાં ધોલેરા થઈ આજ ભાવનગર ખાતે લાવવામાં આવ્યો.
- Advertisement -
- Advertisement -
મહારાણા પ્રતાપ સર્કલ ( નારી ચોકડી) ખાતે શક્તિસિંહના પાર્થિવ દેહને ભાવનગરના નિવૃત્ત આર્મી સંગઠનના સભ્યો દ્વારા શિષ્તબદ્ધ આયોજન પૂર્વક ભાવનગરથી ભંડારીયા સુંધી લઈ જવામાં આવ્યો. ગોહિલવાડ રાજપૂત સમાજ , ગરાસીયા સમાજ, શ્રી પાયફંડ સોસાયટી ,ક્ષત્રિય યુવા ગ્રુપ અને જાહેર જનતા દ્વારા વીર જવાનને પુષ્પાંજલિ અર્પણ કરી.
વીર જવાન અમર રહોના નારા સાથે અંતિમ યાત્રા નીકળી હતી. ભંડારીયા ગામામાં ગામલોકો દ્વારા વીર શહીદ જવાન શક્તિસિંહના પોસ્ટરો અને બેનરો લાગાવ્યા હતા. આર્મીના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામાં આવી હતી.
- Advertisement -