કલા- સંસ્કૃતિ અને શિક્ષણ નગરી તરીકે ઓળખાતું ભાવેણાનગરીમા કોરોના વોરિયૅસનુ સન્માન.
- Advertisement -
કલા- સંસ્કૃતિ અને શિક્ષણ નગરી તરીકે ઓળખાતું આ ભાવેણું જ્યાં ત્યાગ.સમર્પણ. દાન .સન્માન જેવા ગુણો જેના લોહીમાં રહેલા છે ત્યારે કોરોના વોરિયર્સ તરીકે કામ કરતા ભાવનગર મહાનગરપાલિકાના મેનેજમેન્ટ વિભાગના સફાઈ કામદારો માટે સૌ કોઈને માન થાય ત્યારે ચિત્રા વિસ્તારમાં વિશ્વકર્મા સોસાયટીના રહીશો અનોખી પહેલ કરી.

- Advertisement -
- Advertisement -
જેમાં શહેર ભાજપાના મહામંત્રી શ્રી મહેશભાઈ રાવલ ની આગેવાની સાથે અને પરેશભાઈ સોલંકી,ડો.ગુણવંતભાઈ રાવલ,શૈલેષ દાદા પંડિત અને હરદેવસિંહ ની વિશેષ ઉપસ્થિતિમાં સફાઈ કામદારો તેમજ ટેમ્પલ બેલ ના ડ્રાઈવર કંડક્ટરો ને પુષ્પોથી આવકાર સાથે 10 કિલો ઘઉંનો લોટ ,1 કિલો ગોળ,1 કિલો ચોખા , 250 ગ્રામ તેલ 250 ગ્રામ ખાંડ, 250 ગ્રામ ખીચડી બે દૂધના પાઉચ , બે પ્રકારના બિસ્કીટ, સુકો નાસ્તો અને બાકસ આપી સર્વે કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભાવનગર મહાનગર પાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન રાજુભાઈ રાબડીયા હાજર રહેલ .
- Advertisement -