ભાવનગરની રોબીનહુડ આર્મી સંસ્થાએ 100 ગરીબ બાળકોને ભરપેટ જમાડ્યા
- Advertisement -
ભાવનગર : આંતરડી ઠરે તે આનંદ થાય, માણસાઇ ખવરાવે ને માણસ આય આ વાતને સાર્થક કરવાનો પ્રયાસ રોબીન હુડ આર્મી દ્વારા ભાવનગરમાં થઇ રહ્યો છે.
- Advertisement -
- Advertisement -
રોબીનહુડ આર્મી દ્વારા શહેરના સ્લમ વિસ્તારના બાળકોને સ્વાસ્થ્ય જાળવણી, સ્વચ્છતા તેમજ શિક્ષણથી માહીતગાર કરવાની સાથે તેમજ ભોજન આપવાની કામગીરી થઇ રહી છે. શહેરીજનો રોબીનહુડ આર્મીની આ કાર્યથી પ્રભાવિત થઇ ફુડ ડોનેટ અંગે સંસ્થા સાથે વાતચીત કરી સહકાર આપી રહ્યા છે. તેના કારણે રોબીનહુડ આર્મીના સભ્યોનો ઉત્સાહ વધતો જાય છે.
એરપોર્ટ રોડ બાલા હનુમાન મંદિર સામે ઝુંપડ પટ્ટીના 100થી વધુ બાળકોને યોગ્ય શિક્ષણ આપી, રમતો રમાડી દાતા આપવામાં આવેલ ચાઇનીઝ ફુડ આપવામાં આવ્યુ હતુ તેમજ રવિવારના દિવસે પ્રસંગ બાદ વધેલ ફુડ અંગે ફોન આવતા તે એકત્ર કરી જુદા-જુદા વિસ્તારોમાં 250થી વધુ કુટુંબોને વિતરણ કરવામાં આવ્યુ હતુ. અને એક જ દિવસમાં ત્રણ ફુડ ડ્રાઇવ કરી હેટ્રીક સર્જી હતી.
- Advertisement -