- Advertisement -
લોકડાઉનના કારણે ભાવનગરના અલંગ ખાતેથી પોતાના વતન જવા ઈચ્છતા પરપ્રાંતીય શ્રમિકોને તંત્ર દ્વારા તેમના વતન જવા માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ભાવનગર રેલવે સ્ટેશનથી ઉત્તરપ્રદેશના ગોરખપુર સ્ટેશન સુધી અલંગના 1159 તેમજ સિહોરના 44 શ્રમિકોને પોતાના વતન પરત મોકલી આપવા અંગેની જરૂરી મંજૂરીઓ તેમજ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
દરેક શ્રમિકોની આરોગ્ય તપાસ કરાવ્યા બાદ તેઓને ઓળખરૂપે ટોકન નંબર આપવામાં આવ્યા હતા. આ તમામ શ્રમિકોને અલંગ યાર્ડ ખાતેથી 17 બસો મારફતે સીદસર ખાતેની શાંતિલાલ શાહ એન્જી. કોલેજ ખાતે તબક્કાવાર લવાયા હતા. જ્યા વહીવટી તંત્ર તેમજ અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા તેઓને ભોજનની વ્યવસ્થા કરાઈ હતી.
- Advertisement -
- Advertisement -
વહીવટી તંત્ર દ્વારા સુચારૂ આયોજન
સુચારૂ આયોજનના ભાગરૂપે દરેક શ્રમિકોને ટોકન પ્રમાણે 34રૂમોમાં વિભાજીત કરવામા આવ્યા હતા અને ત્યારબાદ બસો મારફતે આ તમામ શ્રમિકોને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે ભાવનગર રેલવે ટર્મિનલ સુધી પહોંચતા કરવામાં આવ્યા હતા. જ્યાંથી ટ્રેનના આશરે 38 ડબ્બાઓમા ઉત્તરપ્રદેશના ગોરખપુર સુધી આ તમામ શ્રમિકોને પહોંચતા કરવા રવાના કરવામાં આવ્યા હતા.
સમગ્ર વ્યવસ્થામાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, અધિક કલેક્ટર ઉમેશ વ્યાસ વગેરે અધિકારીઓ શ્રમિકોને અલંગથી લાવવાથી લઈ તેમને ટ્રેન મારફત તેઓ પોતાના વતન જવા રવાના થાય ત્યાં સુધીમાં અવ્યવસ્થા ન સર્જાય તેમજ શ્રમિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે બાબતે દેખરેખ રખાઇ હતી.
- Advertisement -