અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કર્યો આપધાત, મુંબઈના પોતાના ઘરમાં લગાવી ફાંસી
- Advertisement -
ટીવી એક્ટર અને બોલિવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આપધાત કર્યો છે. તેણે મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના જ ઘરમાં ફાંસી લગાવીને જીવન ટૂંકાવ્યું છે. સુશાંતસિહે એમ.એસ. ધોનીની બાયોપિકમાં કામ કર્યુ હતુ. તેના નોકરે પોલીસને તેનાં આપઘાત વિશે ફોન કરીને જાણ કરી હતી. તેના આપઘાત વિશે હજી કોઈ પણ કારણ સામે આવ્યુ નથી. ઘટના સ્થળે મુંબઈ પોલીસ તપાસ કરવા માટે પહોંચી હતી. તેમણે ઘટના સ્થળની મુલાકાત લઈને વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
આત્મહત્યાનું કારણ હજુ અકબંધ
- Advertisement -
કોઇને માન્યામાં ન આવે તેવા આ સમાચારથી સમગ્ર ફિલ્મ જગત અને ફિલ્મી ચાહકો સ્તબ્ધ છે. સુશાંતે શા માટે આત્મહત્યા કરી તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સુશાંત સિહ રાજપૂતે કિસ દેશ મે હે મેરા દિલ નામની ડેઇલી સોપમાં સૌ પ્રથમ કામ કર્યુ હતુ. પરંતુ ત્યારબાદ એક્તા કપૂરની સીરિયલ પવિત્ર રિશ્તાથી તેને ઓળખાણ મળી. ત્યારબાદ સુશાંત સિંહને ફિલ્મોમાં કામ મળવા લાગ્યું હતુ. સુશાંત સિંહે ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિકમાં તેનો કિરદાર નિભાવ્યો હતો. ત્યારબાદ તેણે ગુજરાતી બ્રેકગ્રાઉન્ડવાળી કાયપો છે ફિલ્મમાં, પરિણીતા ચોપરા સાથેની શુદ્ધ દેસી રોમાન્સ ફિલ્મ, સારા અલી ખાન સાથેની કેદારનાથ ફિલ્મમાં પણ કામ કર્યું હતુ.
- Advertisement -