- Advertisement -
ભાવનગરમાં સીદસર રોડ પર લીલા ગ્રાઉન્ડ ખાતે બ્રહ્મ સેના દ્વારા આગામી તા. ૨ મેથી તા. ૩૦મી મે દરમિયાન બ્રહ્મ ખેલ કુંભ યોજાશે. જેના આયોજન માટે આજે સરદારનગરમાં બેઠક યોજાઈ હતી.
- Advertisement -
બેઠક અંગે વિગતો આપતા બ્રહ્મ સેનાના પ્રમુખ ભાવેશભાઈ રાજ્યગુરૃએ જણાવ્યું હતું કે, બ્રહ્મ ખેલ કુંભમાં કુલ ૧૮૭ ક્રિકેટ ટીમો માટે અરજી મળી હતી. જેમાં ૪૭ ટીમોએ નીતિ નિયમોનું પાલન નહીં કરતા તેને રદ્દ કરવામાં આવેલ છે. આથી હવે ૧૪૦ ટીમ રમશે. જેમાં ભાવનગર જિલ્લાની સૌથી વધુ ૬૭ ટીમનો સમાવેશ થાય છે. રાજ્યના કુલ ૨૭ જિલ્લામાંથી ક્રિકેટ ટીમ આ બ્રહ્મ કુંભમાં ભાગ લેશે.
- Advertisement -

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે મળેલી બેઠકમાં વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં રાઈટ-ટુ-ફાઈટ મિશન અંતર્ગત સરકારી તંત્રમાં ફરજ બજાવતા જે સરકારી કર્મચારીઓના પ્રમોશન, પેન્શન, ગ્રેચ્યુઈટી, સસ્પેન્શન, પેન્ડીંગ કેસ વગેરે પ્રશ્નો અંગે લડત ચલાવવામાં આવશે. બ્રહ્મ ખેલ કુંભ દરમિયાન સરકારની વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસાર માટે સ્ટોલ ઉભા કરવાનો નિર્ણય પણ બેઠકમાં લેવાયો હતો. આ બેઠકમાં ભાવનગર સહિત ગુજરાતના વિવિધ જિલ્લા તેમજ અન્ય પ્રાંતમાંથી પણ બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -