- Advertisement -
બાબરામાં ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ફેરિયાઓને નગરપાલિકા દ્વારા ઓળખ આપવામાં આવી છે. શહેરમાં અલગ અલગ ફેરી કરતા આશરે ૩૬૪ જેટલા ફેરિયાઓને નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા દ્વારા ઓળખ કાર્ડ ઇશ્યુ કરાતા તમામ ફેરિયાઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.
સ્થાનિક ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર,જિલ્લા પંચાયતના માજી પ્રમુખ જેનીબેન ઠુંમરના વરદ હસ્તે ફેરિયાઓને ઓળખ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.
- Advertisement -
- Advertisement -
બાબરામાં શાકભાજી,કટલેરી,પરચુરણ,કપડાં,હોઝીયરી સહિતની ઘરેલુ ચીજ વસ્તુઓનું વેચાણ અર્થે બાબરા તેમજ રાજ્યભરમાં ફેરી માટે નીકળતા ફેરિયાઓને પોતાની ઓળખ બાબતે ભારે કાયદાકીય મુશ્કેલીઓ ઉભી થતી હતી.
ત્યારે શહેરના ફેરિયાઓ દ્વારા આ બાબતે નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળાને રજુઆત કરતા નગરપાલિકા દ્વારા શહેરમાં તેમજ શહેર બહાર ફેરી કામ કરતા ફેરિયાઓનો સર્વે કરી ઓળખ કાર્ડ બનાવવામાં આવ્યા હતા. ફોટો આઇડી સાથેનું ડિજિટલ ઓળખકાર્ડ નગરપાલિકા દ્વારા બનાવી તમામ ફેરિયાઓને આપવામાં આવ્યું હતું.
બાબરા નગરપાલિકા દ્વારા સ્થાનિક ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર અને જિલ્લા પંચાયતના માજી પ્રમુખ જેનીબેન ઠુંમરના વરદ હસ્તે શહેરના તમામ ૩૬૪ જેટલા ફેરિયાઓને ઓળખકાર્ડ વિતરણ કરવામાં આવતા ફેરિયાઓમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી. બાબરા નગરપાલિકા દ્વારા આયોજિત ફેરિયાઓને ઓળખકાર્ડ વિતરણમાં પાલીકા પ્રમુખ વનરાજભાઈ સહીતનાં હાજર રહ્યા હતા.
- Advertisement -