fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

‘ચૂંદડીવાળા માતાજી’ 91 વર્ષની વયે દેવલોક પામ્યા, ભક્તોમાં છવાયો શોકનો માહોલ

679

- Advertisement -

ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આવેલ અને ચુંદડીવાળા માતાજી ના નામે ઓળખાતા પ્રહલાદભાઈ જાની કે જેઓ ચૂંદડીવાળા માતાજી તરીકે ઓળખાય છે તેમને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. જેમના પર મોટા મોટા સંશોધનો થઈ ચૂક્યા છે, તેવા બનાસકાંઠા ખાતે આવેલા ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યા છે.

ચુંદડીવાળા માતાજીએ ચરાડા ખાતે મોડીરાતે દેહત્યાગ કર્યો હતો. હવે 28મેના રોજ અંબાજી ખાતે તેમને સમાધિ અપાશે. એવું કહેવાઈ રહ્યું છે કે છેલ્લા 76 વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન-પાણી લેતા નહોતા. જે વિજ્ઞાન માટે પણ એક મોટો કોયડો સમાન છે.

- Advertisement -

- Advertisement -

કોણ છે ચુંદડીવાળા માતાજી?

અંબાજી ગબ્બર ઉપર રહીને છેલ્લા 76 વર્ષથી અન્નજળ ત્યાગ કરીને પ્રહલાદભાઇ મગનલાલ જાની ચુંદડીવાળા માતાજીના નામથી ભિકત કરી રહ્યા છે. છ ભાઇઓ, એક બહેન સહિત 25થી 30 વ્યક્તિઓના જાની પરિવારના મોભી ચુંદડીવાળા માતાજી છે. ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઈ જાનીએ બાલ્ય અવસ્થામાં 14 વર્ષની ઉંમરે સંસાર ત્યાગની સાથે અન્ન-જળનો ત્યાગ કર્યો હતો. અને હાલમા આ મહાન વિભૂતિ ચુંદડીવાળા માતાજીની ઉંમર 88 વર્ષની છે.

માતાજીનું મૂળ ચરાડા ગામ તાલુકો માણસાના વતની ચુંદડીવાળા માતાજી ની સમગ્ર દેશની સાથે ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો પણ હેરાન છે. તેનું કારણ આ ચુંદડીવાળા માતાજી એ છેલ્લા 76 વર્ષથી નથી ખાધું કે નથી પીધું આ મહાન વિભૂતિ ખાધા પીધા વગર હવા ખાઇને રહેતા હોય તેમ લાગે છે. આ ચુંદડી વાળા માતાજી ની વેશભૂષાથી જાણવા મળે છે કે તે એક સંન્યાસી જોવા મળે છે.

આ ચુંદડીવાળા માતાજી નું મહાત્યાં એટલું છે કે લોકો દૂર-દૂરથી આવે છે સફેદ દાઢી અને નાકમાં નથણી પહેરેલ અને લાલ કપડામાં સજ્જ ચુંદડીવાળા માતાજી નો પહેરવેશ છે.

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!