fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

“મારી પ્રેજા સુખી રહો” નુ જીવનમંત્ર ઘરાવતા પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલની પુણ્યતિથિ છે ત્યારે એમના જીવન વિશે થોડી રસપ્રદ વાતો વાચવા કિલક કરો.

1,032

પ્રજા વાત્સલ ભાવનગર રાજ્યનાં છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહની આજે 2 એપ્રિલ પુણ્યતિથિછે. કૃષ્ણકુમારસિંહનો જન્મ ૧૯ મે ૧૯૧૨ના રોજ ભાવનગરમાં થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ (દ્વિતિય) (૧૮૭૫-૧૯૧૯, શા. ૧૮૯૬-૧૯૧૯)ના જ્યેષ્ઠ પુત્ર અને તેમની ગાદીનાં વારસ હતા. કૃષ્ણકુમારસિંહએ તેમના પિતાનાં અવસાન બાદ ૧૯૧૯માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર ફક્ત ૭ વર્ષની હતી, તેઓએ અંગ્રેજ હકુમત હેઠળ ૧૯૩૧ સુધી શાસનની ધુરા સંભાળી હતી. સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું. ત્યાર બાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રજામાં અપાર લોકચાહના ધરાવતા હતા. તેઓના નામની આગળ માત્ર મહારાજા કે રાજવી નહીં પરંતુ પ્રાતઃસ્મરણીય એવું બિરૂદ લગાડવામાં આવે છે. ભાવનગરના ગૌરીશંકર તળાવ એટલે કે બોરતળાવને મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સમગ્ર રાજવી પરિવારની અનમોલ ભેટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદૃષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે. ભાવનગરના રાજવી પરિવારે કોઈપણ નદી કે નાળા પર આધારીત નહીં પરંતુ માળનાથના ડુંગરામાંથી ભીકડા કેનાલ દ્વારા વરસાદી પાણી લાવીને ઉભુ કરેલું આ ગૌરીશંકર તળાવ તેની આ બાબત માટે તો અજોડ છે જ સાથે ભાવનગર માટે ગૌરવરૂપ પણ છે.

હિન્દુસ્તાનને આઝાદી બાદ અખંડ રાષ્ટ્ર તરીકે જોવાના સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નને સૌ પ્રથમ સાકાર કરવામાં ભાવનગરના પ્રાત: સ્મરણિય મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ અપ્રતિમ યોગદાન આપ્યું. તેઓએ ૧૫મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ પોતાની સઘળી સંપત્તિ સાથે ભાવનગર રાજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ચરણે ધરણી દઈ પ્રથમ પુનિત આહૂતિ આપી.

તો આઝાદી બાદ ઈ.સ. ૧૯૪૮માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી નવા અસ્તિત્વમાં આવેલા મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે નિમાયા ત્યારે માસિક એક રૂપિયાનું પ્રતિક માનદ્દ વેતન સ્વીકારી પ્રજાસેવાનો અને ત્યાગનો ઉત્તમ દાખલો બેસાડયો. બાળપણમાં જ માતાપિતા ગુમાવી ચૂકેલા મહારાજા એકાંતપ્રિય અને વિચારશીલ બન્યા હતા. કુશળ રાજનીતિજ્ઞ, અભ્યાસી અને દૂરંદેશી ધરાવનાર પ્રભાશંકર પટ્ટણી દ્વારા તેમનું ઘડતર થયું હતું. વિશાળ વાચન, સરળ જીવન, કુદરતપ્રેમ અને સ્વતંત્ર દષ્ટિના કારણે ભારતના બદલાઈ રહેલા ઇતિહાસનાં પગરણ તેઓ પિછાની શક્યા. આવી દૂરંદેશી અને વાસ્તવની સમજ બહુ ઓછા રાજવીઓમાં હતી. આથી સૌરાષ્ટ્રના રાજવીઓમાં તો તેમનું વ્યક્તિત્વ અનેક રીતે જુદું પડતું હતું.

મહારાજામાં પ્રાણીઓને વશ કરવાની ગજબની શક્તિ હતી, તે પ્રાણીઓના વર્તનથી જ દેખાઈ આવતું, મહારાજાએ પક્ષીઓ અને પ્રાણીઓના અભ્યાસ તાલીમ અને દેખભાળ માટે જમાદાર એવા મક્કેખા જેવા વિખ્યાત જાણકારની નીચે અલગ અલગ વિભાગો ઊભા કર્યા હતા .

બ્રાઝિલ દેશમાં મોટી જાગીર અને વિશાળ ફાર્મ ધરાવતા સેલ્સો ગ્રાસિયા નામના ધનિક પશુપાલક સીડ પશુની ઓલાદ સુધારવા માટે કૃષ્ણકુમારસિંહજી પાસેથી ગીરની જાતવંત બે ગાયો અને વધારામાં એક ધણખૂંટ આ ત્રણેય પશુઓને લઈ પોતાના દેશ બ્રાઝિલમાં ગયો. ગીર ગાયની ઓલાદ એટલી બધી માફક આવી ગઈ કે, ક્રમે ક્રમે ગીરની ગાયો બ્રાઝિલના પશુ પ્રદર્શનમાં ઈનામો મેળવતી થઈ. આખા બ્રાઝિલ દેશમાં ભાવનગર અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ ગૂંજવા લાગ્યું ‘ભાવનગર’નામે એક વસાહત,કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા અને ગીર ગાયની સ્મૃતિમાં ચલણી સિક્કાઓ બહાર પડ્યા.

પ્રજાના હિત માટે કશુક જતું કરવું એવી શુભ ભાવના રાખનારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ મારી પ્રજા સુખી રહો, એવો “ધ્યાન મંત્ર” અપનાવ્યો હતો

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!