રશિયાએ કોરોનાની રસી બનાવી લીધી હોવાનો દાવો: રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરી
- Advertisement -
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, તેમના દેશમાં કોરોના વાયરસની પ્રથમ રસી બનાવવામાં આવી છે. વ્લાદિમીર પુતિને દાવો કર્યો કે, આ વિશ્વની પ્રથમ સફળ કોરોના વાયરસ રસી છે, જેને રશિયાના આરોગ્ય મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. એટલું જ નહીં, વ્લાદિમીર પુતિને કહ્યું કે, તેમની પુત્રીને પણ આ રસી આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ આ રસીને મોસ્કોની ગામેલ્યા ઈન્સ્ટીટ્યૂટ દ્વારા વિકસાવવામાં આવી છે. આજે રશિયાના આરોગ્ય મંત્રાલયે આ રસીને સફળ ગણાવી છે. આ સાથે વ્લાદિમીર પુતિને જાહેરાત કરી કે, ટૂંક સમયમાં આ રસીનું ઉત્પાદન રશિયામાં શરૂ કરવામાં આવશે અને મોટી સંખ્યામાં રસીના ડોઝ બનાવવામાં આવશે.
- Advertisement -
- Advertisement -
વ્લાદિમીર પુતિને જણાવ્યું કે, જ્યારે તેમની પુત્રીને કોરોના થયો, ત્યાર બાદ તેમને પણ આ નવી રસી આપવામાં આવી. થોડી વારમાં તે એકદમ સ્વસ્થ થઈ ગઈ.
જણાવી દઈએ કે, હાલ વિશ્વમાં કોરોના વાયરસની રસી બનાવવા માટે ટ્રાયલ ચાલી રહી છે, ડબ્લ્યુએચઓ મુજબ, 100થી વધુ રસી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં ભારત, અમેરિકા, બ્રિટન, ઇઝરાઇલ, ચીન અને રશિયા જેવા દેશો શામેલ છે.
હવે જો રશિયા દ્વારા કરવામાં આવેલી જાહેરાત સાચી સાબિત થાય છે અને WHOની આ રસીને મંજૂરી મળે છે, તો તે વિશ્વ માટે મોટી રાહત સાબિત થઈ શકે છે.
જો રશિયામાં કોરોના વાયરસની સ્થિતિ વિશે વાત કરીએ, તો અહીં લગભગ 9 લાખ કોરોના વાયરસના કેસ નોંધાયા છે. રશિયામાં લગભગ પંદર હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, રશિયા એવા દેશોમાં શામેલ છે જ્યાં સૌથી વધુ કોરોના વાયરસના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. રશિયામાં વડાપ્રધાન સહિત મંત્રીમંડળના કેટલાક અન્ય સભ્યો પણ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હતા.
Souce: Janman India
- Advertisement -