fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ ટેસ્ટીંગ લેબનું ઉદ્દઘાટન કરતા જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક

339

- Advertisement -

આજે શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકના હસ્તે અંદાજિત ૧ કરોડના ખર્ચે તૈયાર થયેલી કોવિડ-૧૯ ટેસ્ટીંગ લેબનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે આ અગાઉ કોવિડ-૧૯ના દર્દીના સેમ્પલ ટેસ્ટીંગ માટે ભાવનગરની લેબોરેટરીમા મોકલવા પડતા હતા. અને રીપોર્ટ આવતા અંદાજે બે થી ત્રણ દિવસનો સમય લાગી જતો હતો. પરંતુ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે જ લેબ બનતા હવે આ ટેસ્ટનું રિઝલ્ટ માત્ર ૫ થી ૬ કલાકમાં જ મળી રહેશે. કોવિડ-૧૯ની સારવારમાં તાત્કાલિક નિદાન ખુબ મોટો ભાગ ભજવે છે. જો દર્દીનો જલ્દી ટેસ્ટ થાય અને સમયસર સારવાર મળી રહે તો દર્દી ખુબ જ ઓછા સમયમાં સંપૂર્ણપણે સ્વસ્થ થઈને ઘરે જાય છે. આમ, આજે શરુ કરેલી લેબ અત્યંત ઉપયોગી નીવડશે.

- Advertisement -

- Advertisement -

વધુમાં કલેક્ટરશ્રીએ ઉમેર્યુ હતું કે રાજ્ય સરકાર દ્વારા રોજના ૨૦૦ જેટલા ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો હતો એટલે આ લેબ શરુ થતા આ લક્ષ્યાંક સિદ્ધ કરવામાં ખુબ જ સરળતા રહેશે તેમજ વધુમાં વધુ ટેસ્ટિંગ થાય એ દિશામાં વહીવટી તંત્રના પ્રયત્નો શરૂ રહેશે.

હોસ્પિટલના અધિકારીએ આ હાઈટેક ટેસ્ટિંગ લેબના સંદર્ભમાં કહ્યું હતું કે આ લેબના કારણે અમરેલી જિલ્લામાં કોરોના ટેસ્ટિંગની ક્ષમતા વધશે. કોરોના સામે લડવામાં આ હાઈટેક લેબ અત્યંત મદદરૂપ બનશે. એમણે વધુમાં ઉમેર્યુ હતું કે અંદાજિત ૧ કરોડના ખર્ચે તૈયાર થયેલી કોવિડ-૧૯ ટેસ્ટીંગ લેબ અદ્યતન સાધનોથી સજ્જ છે અને ૨૪ કલાકમાં અંદાજે ૨૦૦ જેટલા ટેસ્ટની ક્ષમતા ધરાવે છે જેથી ટેસ્ટિંગની ક્ષમતા વધશે.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, સિવિલ સર્જન, તબીબી અધિકારીઓ સહીત શહેરના અગ્રણીશ્રીઓ હાજર રહ્યા હતા.

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!