ભાવેણાના રીક્ષાચાલકની પુત્રી સોશિયલ મીડિયામાં છવાઈ, ગુજરાતી રાનુ મંડલના નામે થઈ ફેમસ
- Advertisement -
કલા અને સંસ્કૃતિના પીયર ગણાતા ભાવનગરમાંથી અંદાજે છ’એક માસ પૂર્વે ગાયન ક્ષેત્રે ગુજરાતી રાનુ મંડલ તરીકે ખ્યાતિ પામેલા અને દીવાળીબેન ભીલની યાદ અપાવતાં ગાયક કલાકાર ચંદ્રાબેન પરમાર નામના ‘પારસમણી’ ની શોધ કરનાર ભાવનગર પોલીસ બેડાના કર્મચારી દિનેશ બોરીચાએ રિક્ષાચાલક પિતાની ૧૧ વર્ષીય પુત્રીના કોકીલ કંઠને પારખી તેને સોશિયલ મીડિયાના માધ્યમથી મંચ આપ્યું છે. માત્ર ગણતરીના દિવસોમાં બાળ કલાકાર છાયા હરેશભાઇ વાઢેર દ્રારા રજૂ થતાં લોકગીતને ચોતરફથી અપ્રિતમ પ્રતિસાદ મળી રહ્યો છે. અને તેના ગાયનના વીડિયોની ભરપૂર પ્રસંશા થઇ રહી છે.
ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા અને લોડીંગ રિક્ષા ચલાવી પાંચ પુત્રી અને એક પુત્ર સાથે પરિવારનું ગુજરાન ચલાવતાં હરેશભાઇ વાઢેરના પુત્રી છાયા ઘરની નજીક આવેલ સરકારી પ્રા.શાળામાં ધો.૬માં અભ્યાસ કરે છે. છાયા નાનપણથી જ લોક કલા ક્ષેત્રે રૃચી ધરાવતી હોવાથી તેણે નાનપણથી જ સ્થાનિકથી લઇ પ્રાદેશિક કક્ષા સુધીની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ ઇનામો મેળવ્યા છે.
- Advertisement -
- Advertisement -
તાજેતરમાં જ છાયાએ રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ, ગાંધીનગર દ્રારા યોજાયેલી બાળ પ્રતિભા સ્પર્ધામાં લગ્નગીત સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જો કે, આ બાળ કલાકારની પ્રતિમાને પારખી ભાવનગર પોલીસ બેડાના માઉન્ટેડ વિભાગમાં ફરજ બજાવતાં દિનેશભાઇ બોરિચાએ તેના કલા જિજ્ઞાાસુંઓ અને કલા મર્મજ્ઞાો વચ્ચે મુકવા સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. તેમણે પોતાના ફેસબુક પેજ પર બાળ કલાકાર છાયા વાઢેર દ્રારા રજૂ કરવામાં આવેલ ગાયમાતાને સ્પર્શતું લોકગીત મૂક્યું છે.
આ લોકગીત જોતજોતામાં ખુબ વાયરલ થયું છે. અંદાજે એકાદ સપ્તાહ પૂર્વે સોશિયલ મીડિયામાં મુકાયેલાં બાળ કલાકાર છાયા વાઢેરના એક વીડિયોને અત્યાર સુધીમાં ૩.80 લાખ લોકોએ નિહાળ્યો છે. તો, આટલા ટૂંકા સમયમાં આ પોસ્ટ ૫૫૦૦ વખત શેર પણ થઇ ચૂકી છે. જયારે, આ બાળ કલાકારના આ કૌશલ્યને ૧૫૦૦થી વધુ કોમેન્ટ્સ અને ૫૮૦૦થી વધુ લાઇકસ્ પણ મળી ચુક્યા છે.
ઉલ્લેખનીય છે કે, બાળ કલાકાર છાયા વાઢેરને સોશિયલ મીડિયામાં સતત મળી રહેલાં પ્રોત્સાહનની નોંધ નામી-અનામી કલાકારોએ પણ લીધી છે.
ગુજરાતી રાનુ મંડલ પાસે ઓફર અડીખમ
મૂળ જૂનાગઢ જિલ્લના માણાવદરના કતકપરા ગામના વતની અને ભાવનગરથી ખ્યાતિ પ્રાપ્ત થયેલાં ગુજરાતી રાનું મંડલ ચંદ્રાબેન પરમાર પાસે હાલ ગાયન ક્ષેત્રે ઘણી ઓફર પડી છે. સ્થાનિક કે પ્રાદેશિક જ નહીં, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ તેમને ગાયન માટે ઓફર આવી હોવાનું જાણવા મળેલ છે.
- Advertisement -