રણવીર સાથે લગ્નને લઇને દીપિકાનાં પૂર્વ બૉયફ્રેન્ડે આપ્યું આવુ રિએક્શન.
- Advertisement -
અનુષ્કા શર્મા, સોનમ કપૂર અને નેહા ધૂપિયા બાદ હવે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનાં લગ્નનો ઇંતઝાર તેમના ફેન્સ કરી રહ્યા છે. થોડાક દિવસો પહેલા દીપિકા અને રણવીરે સોશિયલ મીડિયા પર પોતાના લગ્નની તારીખ જણાવી હતી. બંનેએ લગ્નનું એક કાર્ડ ફેન્સ માટે શેર કર્યું હતુ. કાર્ડ પ્રમાણે તેમના લગ્ન 15 નવેમ્બરનાં રોજ થશે, જ્યારે 13 અને 14 તારીખે સંગીત, મહેંદી અને હલ્દીનો કાર્યક્રમ થશે.
લગ્નની તારીખ સામે આવ્યા બાદ હવે ફેન્સ તેમને લગ્નનાં બંધનમાં જોવા ઇચ્છે છે. આવામાં તેમને સતત સોશિયલ મીડિયા પર શુભકામનાઓ મળી રહી છે. આવામાં દીપિકાનો ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ સિદ્ધાર્થ માલ્યા પણ પાછળ રહ્યો નહોતો અને તેણે દીપિકા અને રણવીરને શુભકામનાઓ આપી હતી. સિદ્ધાર્થે કિસવાળુ ઇમોજી કૉમેન્ટ કર્યું હતુ.
- Advertisement -
- Advertisement -
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે દીપિકા અને સિદ્ધાર્થ અંદાજે 2 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. જો કે બંનેએ ક્યારેય આ સ્વીકાર્યું નથી, પરંતુ બંને ઇવેન્ટ્સ અને પાર્ટીમાં સાથે જોવા મળતા હતા. ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ માલ્યા વિજય માલ્યાનો દીકરો છે.
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સાઉથ ઇન્ડિયન અને નૉર્થ ઇન્ડિયન રીતિ-રીવાજથી લગ્ન કરશે. આવુ એ માટે થશે કારણ કે દીપિકા સાઉથ ઇન્ડિયન છે અને રણવીર પંજાબી. લગ્નનું આ ફંક્શન 4 દિવસ સુધી ચાલશે. લગ્નમાં નજીકનાં લોકો જ સામેલ થશે. રણવીર સિંહ તરફથી અર્જુન કપૂર લગ્નમાં આવશે તે નિશ્ચિત છે.
- Advertisement -