બ્રહ્મ સમાજ દ્વારા OBC પંચમાં અનામતની માગ, બ્રાહ્મણ પરિવારોનો રી-સર્વે થાય તેવી રજૂઆત
- Advertisement -
ગાંધીનગરઃ મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપયા બાદ ગુજરાતમાં પણ અનામતની માગ તીવ્ર બની છે. પાટીદાર સમાજ, રાજપૂત સમાજ બાદ હવે બ્રહ્મ સમાજના આગેવાનોએ પણ અનામતની માગ કરી છે. બ્રહ્મ સમાજના લોકોએ OBC પંચ સમક્ષ પોતાના મુદાઓની રજૂઆત કરી છે.
જેમાં બ્રાહ્મણ પરિવારોનો રિસર્વે કરવાની રજૂઆત કરી છે. સર્વે બાદ નબળા પરિવારોને શૈક્ષણિક અને નોકરીમાં લાભ કરવા ભલામણ કરાઈ છે. આ મામલે OBC પંચે બ્રાહ્મણ પરિવારોનો સર્વે કરવાની હૈયાધારણા આપી હતી.
- Advertisement -
- Advertisement -
ઓબીસી પંચમાં રજૂઆત બાદ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ આગેવાન યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, બ્રાહ્મણો માટે સર્વેની માંગણી કરવામાં આવી છે. બ્રાહ્મણોનો આર્થિક રીતે સર્વે થવો જોઇએ. જે રીતે મરાઠાઓને લાભ મળ્યો છે તે સમકક્ષ બ્રાહ્મણોને લાભ મળે તેવી અમારી માંગ છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, અનામત જ્ઞાતિને જે લાભ મળે છે તે પણ બ્રાહ્મણોને લાભ મળવો જોઇએ. અમારી રજૂઆત ઓબીસી પંચ દ્વારા સ્વીકારવામાં આવી છે. તેમણે આર્થિક રીતે સર્વે તૈયારી બતાવી છે. સમાજે બાહંધરી પણ આપી છે. જે સર્વે કરાવશે તો અમારો સમાજ સાથે રહીને મદદ કરશે.
બ્રાહ્મણો સામાજીક રીતે પછાત માટે અનામત નથી માંગતા, જે લોકો આર્થિક રીતે નબલા છે તેમને લાભ મળશે. મરાઠાને આપવામાં આવ્યું તે રીતે બ્રહ્મણોને અનામત મળે.
- Advertisement -