ધારા શાહ દ્વારા આદિ શંકરાચાર્ય કૃત ૧૫૦ વર્ષ પૌરાણિક સુવર્ણમાળા નું ફ્યુઝન વર્ઝન બહાર પડ્યું
૧૫૦ વર્ષ પૌરાણિક સુવર્ણ માળા , આદિ શંકરાચાર્ય કૃત કે જેમાં સંસ્કૃત માં ૫૦ શ્લોક દ્વારા શિવ નાં સૌન્દર્ય અને શિવ ને સમર્પિત થવાની વાત ને ખૂબ સુંદર રીતે વર્ણવવામાં આવ્યું છે અને જેમાંથી ૧૫ શ્લોક ફ્યુઝન વર્ઝન માં નવા રૂપ માં પ્રસ્તુત કરવા માં આવ્યા છે. જેને શ્રાવણના છેલ્લા સોમવારે રિલીઝ કરવામાં આવ્યું છે.
150 વર્ષ પહેલાં સંસ્કૃતમાં ગવાયેલી આ સ્તુતિમાં શિવની અને શિવ ભક્તિની પ્રશાંસા કરવામાં આવી છે. આ પ્રશંસા કરવા માટે 50 શ્લોક સામેલ કરવામાં આવ્યા છે. આના પરથી પ્રેરણા લઈને ધારા શાહે માત્ર સાત મિનિટમાં આખી સ્તુતિ રિક્રિએટ કરી છે. સંપુર્ણ ગીતનું મેકિંગ માત્ર 15 દિવસમાં કરવામાં આવ્યું .
અત્યાર સુધીમાં આ વિડિઓ ને 4200 કરતા પણ વધુ લોકો નિહાળી ચુક્યા છે. 400 થી વધુ લોકો એ આને લાઈક કર્યું છે તથા 95000 કરતા પણ વધુ સબસ્ક્રિબર ધારા શાહ ના છે.
D’Das Production નીચે તૈયાર થયેલા આ ગીત નો કોન્સેપ્ટ અને સંગીત ધરા શાહ નું છે. જેમાંસંગીત પણ ધરા શાહ દ્વારા આપવા માં આવ્યું છે અને તેને વિમલ કશ્યપ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે જેમાં આપણા ભાવેણા ના કૃણાલ વૈષ્ણવ ની મદદ પણ વખાણવા લાયક રહી છે. જ્યારે મિક્સ & માસ્ટર સ્વર મેહતા એ કર્યું છે.
શિવ ના સૌન્દર્ય ને પ્રકૃતિ ના રુપે દર્શાવવા આ ગીત નું શૂટિંગ ભાવનગર પાસે ના ખુબ જ રમણીય એવા મહાદેવ ગાળા પર કરવામાં આવ્યું છે. કોન્સેપ્ટ ને વિડિયો માં ઉતરવા માં આવ્યો છે પાર્થ ગોંડલિયા દ્વારા અને 24FPS ના બેનર નીચે , ચિંતન મેહતા દ્વારા એડિટ કરવામાં આવ્યો છે.