ધોનીનો ડબલ ધમાકો/ ટેનિસમાં ફાઇનલ જીત્યો અને 57.04 કરોડ આપી ઝારખંડનો સૌથી મોટો કરદાતા બન્યો..
- Advertisement -
કંટ્રી ક્લબ ટેનિસ ટૂર્નામેન્ટમાં ડબલ્સની ટીમમાં જીત મેળવી
-મહેન્દ્રસિંહ ધોનીએ 2017-18માં 57.04 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે.
- Advertisement -
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની એક મહિનાથી ક્રિકેટના મેદાનથી દૂર છે. ક્રિકેટ,ફૂટબોલ અને શૂટિંગ બાદ ધોનીએ રાંચીમાં લૉન ટેનિસમાં પોતાનો હાથ અજમાવ્યો હતો. તેમાં તે ડબલ્સમાં ફાઇનલ મેચ જીતી ગયો છે. બીજી તરફ ઝારખંડમાં વ્યક્તિગત રીતે સૌથી વધુ ટેક્સ ભરનાર વ્યક્તિ પણ બની ગયો છે. ધોનીએ 57.04 કરોડનો ટેક્સ ભર્યો હતો.
- Advertisement -
ધોનીએ જીતી મેન્સ ડબલ્સ ટેનિસ ટૂર્નામેન્ટ
મુંબઇમાં કંટ્રી ક્લબ ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. લૉન ટેનિસની આ સ્પર્ધાની ફાઇનલમાં ધોની-સુમિતની જોડીએ કન્હૈયા અને રોહિતની જોડી સામે મેન્સ ડબલ્સની ફાઇનલમાં જીત મેળવી હતી. આ પ્રસંગે ઝારખંડ ઓલિમ્પિક ફેડરેશનના સહસચિવ સંજય પાંડેનું કહેવુ છે કે રમત પ્રત્યે ધોનીનું જૂનુન છે, માટે તે કોઇ એક રમત સાથે બંધાયેલો નથી. ફાઇનલ મુકાબલામાં સીધા સેટમાં 6-3,6-3થી હરાવ્યા હતા.
ધોનીએ ભર્યો સૌથી વધુ ટેક્સ
મહેન્દ્રસિંહ ધોનીએ 2017-18માં 57.04 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. આયકર વિભાગે આયકર મંથન 2018 કાર્યક્રમમાં સૌથી વધુ ટેક્સ ભરનારા નવ લોકોને સન્માનિત કર્યા હતા. સાથે જ વિભાગે ઉત્કૃષ્ટ કામ કરનારા 75 અધિકારી અને કર્મચારીઓનું પણ સન્માન કર્યુ હતું. આ કાર્યક્રમમાં ધોની હાજર ન હતો. તે ક્રિકેટ કંટ્રી ક્લબ ટેનિસ ટૂર્નામેન્ટ રમવા મુંબઇ ગયો હતો. ટેક્સ આપવા મામલે બીજા નંબર પર રાંચીના બિઝનેસમેન નંદકિશોર અને ત્રીજા નંબરે અન્ય એક બિઝનેસમેન શંકર પ્રસાદ છે.
- Advertisement -