અમદાવાદી ઇવેન્ટસ દ્વારા કલાનગરી ચિત્ર સ્પર્ધા યોજાઈ
- Advertisement -
કલાનગરી ચિત્રસ્પર્ધા અમદાવાદી ઇવેન્ટસ દ્વારા યોજવામાં આવેલી હતી કલાનગરી એ એક પ્રોજેક્ટ છે જેના દ્વારા અમદાવાદી ઇવેન્ટસ ટીમ લોકો ની કળા તથા જ્ઞાન ને પ્રસ્તુત કરવાનું અને માર્ગદર્શન તથા પ્રોત્સાહન પૂરું પાડે છે. કલાનગરી એ અનેક કળાઓનો સમન્વય છે. જેમાં દરેક કળાને સરખુ સ્થાન આપવામાં આવ્યું છે. કલાનગરી ચિત્ર સ્પર્ધા દ્વારા અનેક જગ્યાઓથી ભાગ લેવા વાળા સ્પર્ધકો થકી તેમના દ્વારા વિષયવસ્તુ આધારિત ચિત્ર મંગાવવામાં આવ્યા હતા. જેમાંથી સૌથી શ્રેષ્ઠ ચિત્રકારો ને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક થી સન્માનિત કરવામાં આવ્યા છે. અમદાવાદી ઇવેન્ટ્સ ટીમ દ્વારા પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવ્યા હતા .કલાનગરી ની આ ચિત્ર સ્પર્ધામાં કૃતિને ન્યાય આપવાનું કાર્ય શ્રી રાજેશકુમાર બારૈયા દ્વારા કરવામાં આવ્યું હતું.
- Advertisement -

- Advertisement -
પ્રથમ ક્રમ મેળવનાર બે સ્પર્ધકો. 1. અર્ચના પંચાલ આણંદ સિટી, 2. શાહિદ અન્સારી, અમદાવાદ. બીજો ક્રમ મેળવનાર સરવિષ્ઠા ડામરે, અમદાવાદ. ત્રીજો ક્રમ મેળવનાર
સુહાની મોદી પાટણ ના સ્પર્ધકો સહીત ભાગ તમામ ને પ્રોત્સાહન અપાયું હતું.
અમદાવાદી ઇવેન્ટસ ટીમ એક ઇવેન્ટ કંપની તરીકે અમદાવાદમાં કાર્યરત છે. જે ઇવેન્ટ મેનેજમેન્ટનું કાર્ય સંભાળે છે. ગવર્મેન્ટ તથા નોન ગવર્મેન્ટ ઇવેન્ટસ નું મેનેજમેન્ટ અમારા દ્વારા કરવામાં આવે છે. આગળ આવનારી કલાનગરી ની અનેક સ્પર્ધાઓમાં માટે અમદાવાદી ઇવેન્ટસ એક સારું માર્ગદર્શન પૂરું પાડી, કલાકારોને પ્રોત્સાહન તથા માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે.
- Advertisement -