પ્રખ્યાત ગુજરાતી સિંગર સાંત્વની ત્રિવેદીનું નવું ગીત ‘મને રૂપા ની ઝાંઝરી ઘડાવ’ થયું લોન્ચ! જુઓ વિડીયો
- Advertisement -
ગુજરાતના નવા યુગના ખ્યાતનામ કલાકાર એવા સાંત્વની ત્રિવેદીનું હાલમાં જ એક ગીત વહાલ નો દરીયો જે સાઉન્ડ ચેક દરમ્યાન ગવાયું હતું અને જેમનો વિડીયો સોશ્યલ મીડિયામાં ખુબ વાઈરલ થયો હતો. જેને અત્યાર સુઘીમા 41000 કરતા પણ વઘુ વખત જોવાયેલ અને 3300 કરતા પણ વઘુ લાઈક મળી ગય છે.

- Advertisement -
- Advertisement -
ગુજરાતી સંગીતનો નવો યુગ શરુ થયો છે જેમાં ખુબ જુના ગીતો ને નવા સ્વરૂપે લોકો ખુબ વધાવે છે. આ ગીતને તમે યુટ્યુબ સિવાય અન્ય મ્યુઝિક પ્લેટફોર્મ જેમ કે ગાના, જિઓ સાવન, સ્પોટીફાઈ તેમજ કોલર ટયુન સ્વરૂપે પણ સાંભળી શકશો.
સાંત્વની ત્રિવેદી પોતે ખુબ જાણીતા ગાયક છે, તેમના લાખો ચાહકો છે. જેમને પોતાના સંગીતક્ષેત્રના કરિયરની શરૂઆત ડીજીટલ પ્લેટફોર્મથી કરી હતી. જેમાં તેઓ નવા નવા વિડીઓ સોંગ તેમજ લાઈવ પર્ફોમન્સ ના વિડીઓ મુકતા હોય છે. તેઓ એ આજ ના યુગના નવા ઉભરતાં કલાકારો ને કે જેમની પાસે ટેલેન્ટ છે. તેઓને ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સંગીતક્ષેત્રે આગળ વધવા માટે કોઈ તકની રાહ જોવા કરતા તમારી પાસે ડિજિટલ પ્લેટફોર્મ છે જેમના માધ્યમથી લાખો લોકો સુધી પહોંચી શકાય છે અને આગળ વધી શકાય છે
- Advertisement -