ભારતને કોરોના સામે ‘HopeFortheBest’નો મેસેજ આપવા સ્વિત્ઝરલૅન્ડના મેટરહોર્ન માઉન્ટેન પર તિરંગો ઝળહળ્યો
- Advertisement -
ભારત સહિત દુનિયાભરના દેશોમાં કોરોના વાયરસનો કેર જોવા મળી રહ્યો છે. દરેક દેશ આ વાયરસને પોતાના ત્યાં ફેલાતો અટકાવવા માટે મોટા મોટા પગલાં લઈ રહ્યો છે. કોરોનાના સંકટને પહોંચી વળવા માટે ભારત સરકારે લીધેલા પગલાને દુનિયાના અનેક દેશો વખાણી ચૂક્યા છે. આ બધા વચ્ચે સ્વિસ આલ્પ્સના મેટરહોર્ન પર્વત પર રોશનીની મદદથી ભારતીય તિરંગાને દર્શાવવામાં આવ્યો છે. જેના દ્વારા કોરોના મહામારી સામે જીતવાની આશા અને જુસ્સાનો સંદેશો આપવામાં આવ્યો છે. પીએમ મોદીએ પણ આ અંગે ટ્વીટ કરીને તેના પર પ્રતિક્રિયા આપી છે.

- Advertisement -
- Advertisement -
સ્વિટ્ઝરલેન્ડમાં ભારતના દૂતાવાસે આ તસવીર ટ્વીટર પર શેર કરી છે. આ ઉપરાંત ભારતીય વિદેશ સેવા અધિકારી ગુરલીન કૌરે પણ આ તસવીર પોતાના ટ્વીટર હેન્ડલથી શેર કરી છે. ભારતના આ સન્માનનું કારણ એ પણ છે કે સંકટની આ ઘડીમાં ભારતે સુપરપાવર અમેરિકા સહિત દરેક દેશની મદદ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરંગાના રંગમાં રંગાયેલા પર્વતની તસવીર રીટ્વીટ કરીને લખ્યું કે દુનિયા કોવિડ 19 સામે એકજૂથ થઈને લડી રહી છે. મહામારી પર ચોક્કસપણે માનવતાની જીત થશે. અત્રે જણાવવાનું કે જાણીતા સ્વિસ લાઈટ આર્ટિસ્ટ ગેરી હોફસ્ટેટરે 14690 ફૂટના પહાડને તિરંગાના આકારમાં રોશનીથી રંગી નાખવાનું કામ કર્યું છે.
આ બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે, વિશ્વના તમામ દેશો એકસાથે મળીને કોવિડ -19 સામે લડી રહ્યા છે. માનવતા ચોક્કસપણે આ મહામારીને દૂર કરશે.
- Advertisement -