ભારતીય નૌસેનાના યુદ્ધ જહાજો પર પહેલીવાર મહિલા અધિકારીઓને તૈનાત કરાશે
- Advertisement -
ભારતીય નૌસેના માં લિંગ સમાનતાને સાબિત કરવા માટેના એક પગલાના ભાગરૂપે સબ-લેફ્ટનેન્ટ કુમુદિની ત્યાગી તથા સબ-લેફ્ટિનેન્ટ રિતિ સિંહને નૌસેનાના યુદ્ધ જહાજ પર ફ્ર તરીકે તૈનાત કરવામાં આવશે અને તેઓ આવું કરનારી પહેલી મહિલા અધિકારી હશે. જો કે ભારતીય નૌસેના ઘણી મહિલા અધિકારીઓને ભરતી કરી રહી છે પરંતુ અત્યાર સુધીમાં મહિલા અધિકારીઓને યુદ્ધ જહાજ પર લાંબા સમય માટે તૈનાત કરવામાં આવી નથી.
- Advertisement -
જેની પાછળનું ઘણાં કારણો છે જેમ કે, ફ્રી ક્વાર્ટરમાં પ્રાઈવસી ની કમી તથા મહિલાઓ માટે ખાસ બાથરૂમની વ્યવસ્થા ઉપલબ્ધ નહોતી.હવે આ બધું બદલવાનું નક્કી છે. આ બંન્ને યુવા મહિલા અધિકારી નૌસેની મલ્ટી રોલ હેલીકોપ્ટરમાં લાગેલા સેંસરોને ઓપરેટ કરવાની તાલીમ લઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બંન્ને મહીલા અધિકારી નૌસેનાના નવા સ્કે-૬૦ઇ હેલિકોપ્ટરમાં ઉડાન ભરશે.
૩-૬૦ ઇ હેલિકોપ્ટરને પોતાની શ્રેણીમાં દુનિયામાં સૌથી અત્યાધુનિક મલ્ટી રોલ હેલિકોપ્ટર માનવામાં આવે છે. તેને દુશ્મનના શીપ અને સબમરિન ડિટેક્ટ કરવા અને તેમનું ધ્યાન દોરવા માટે ડિવાઈન કરવામાં આવ્યું છે.
વર્ષ ૨૦૧૮ માં તત્કાલિન રક્ષામંત્રી નિર્મલા સિતારમણે લોકહીડ માર્ટિન દ્વારા નિર્મિત હેલિકોપ્ટરની ખરીદીને મંજુરી આપી હતી. જેની કિંમત લગભગ ૨.૬ અરબ અમેરીકન ડોલર હતી. મહિલા અધિકારીઓને યુદ્ધ જહાજમાં તૈનાત ના અહેવાલ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ભારતીય વાયુ સેના પણ મહિલા ફાઈટર પાયલટ રાફેલ વિમાનની ફલેટની ઓપરેટ કરવા માટે શોર્ટલિસ્ટ કરી છે.
- Advertisement -