ભાવનગરની પ્રખ્યાત હોટલ વિટ્સ આરાધના ગ્રુપ દ્વારા ૬૦૦ થી પણ વઘુ જરુરિયાતમંદ લોકોને નિ:શુલ્ક ભોજનની સેવા
- Advertisement -
સમગ્ર દેશમાં જ્યારે લોકડાઉન 4 ચાલી રહ્યું છે ત્યારે જરુરિયાત મંદો માટે દાતાઓ પણ મેદાનમાં આવ્યા છે અને ઠેરઠેર અન્નદાનના સેવાયજ્ઞ ચાલી રહ્યા છે. આવો જ એક અન્નદાનનો સેવાયજ્ઞ લીલાસર્કલ નજીક હોટેલ આરાધના ખાતે ચાલે છે જેમાં 600થી વધુ લોકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવત્તા ધરાવતું ભોજન વિનામૂલ્યે આપવામાં આવે છે.
- Advertisement -

- Advertisement -
તારીખ 5મે થી આ સેવા અવિરત ચાલુ છે. આમાં ખાસ બાબત એ છે કે એક પણ લાભાર્થી કોરોનાના સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ કર્યા વગર નિયમબદ્ધ રીતે લાઈનમાં ઊભા રહી અન્ન દાન મેળવે છે. આમ તો ઘણા સ્થળોએ આવી રીતે અન્ન વિતરણ કરાતુ હોય છે પરંતુ કોરોનાની સોશીયલ ડિસ્ટન્સની માર્ગદર્શીકાને અનુસરતો આ અન્ન દાનનો સેવા યજ્ઞ એક વિશિષ્ટ ભાત પાડે છે.
- Advertisement -