મોરારીબાપુ થયા ગુસ્સે, કહ્યું ‘સબ હનુમાન કી જાતિ ખોજને નિકલે હેં, બંધ કરો’
- Advertisement -
હાલમાં જ દેશભરમાં હનુમાનજીની જાતિને લઇને રાજકારણ ગરમાયું છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હનુમાજીને દલિત ગણાવ્યા બાદથી વિવાદો થઇ રહ્યાં છે, જો કે સમગ્ર મામલે મોરારી બાપુ ગુસ્સે થયા છે અને આક્રમક શબ્દોમાં જાતિવાદના રાજકારણની નિંદા કરી હતી.
શું કહ્યું મોરારી બાપુએ ?
- Advertisement -
- Advertisement -
હાલ સોશિયલ મીડિયા પર મોરારી બાપુનો એક વીડિયો ફરતો થયો છે, ચિત્રકુટધામ ટ્ર્સ્ટ દ્વારા આયોજીક એક કથા દરમિયાન મોરારી બાપુ આક્રમક મૂડમાં દેખાયા હતા. એક કથા દરમિયાન મોરારી બાપુએ કહ્યું કે ભગવાની જાતિ-પાતિ પર સવાલ કરી રહ્યાં છો, બંધ કરો, તમારા ફાયદા માટે કેટલાક પ્રસંગો માટે તમે મનપડે એવા નિવેદનો કરી રહ્યાં છો, જેનાથી હિન્દુસ્તાનને નુકશાન થઇ રહ્યું છે. અમે જોડવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ અને તમે તોડવાની રાજનીતિ કરી રહ્યાં છો. બાદ આવો, બધા હનુમાનજીની જાતિ શોધવા નિકળા છે.
हनुमान पवन है ,हनुमान सब का है हनुमान का जाती पूछने निकले हो बंद करो : मोरारी बापू #MANAS ADIKAVI pic.twitter.com/7U5WKDaBK9
— Gujarati Duniya (@GujaratiD) December 6, 2018
વધુમાં મોરારી બાપુએ કહ્યું કે બંધ કરો. હનુમાન પવન છે, વાયું છે, હનુમાન બધાના છે, કોણ માયનો લાલ કહે છે હનુમાન અમારા છે, હનુમાન પ્રાણ હેં, તો કથા દરમિયાન મોરારી બાપુનું આવું સ્વરૂપ જોઇ સૌકોઇ દંગ રહી ગયા હતા.
- Advertisement -