ગીરના જંગલમાંથી આવ્યા ખુશીના સમાચાર. ગુજરાતમાં સિંહોની વસ્તી વધીને 674 થઈ, પાંચ વર્ષમાં 29 ટકાનો વધારો
- Advertisement -
વર્ષ 2015માં જ્યારે સિંહોની ગણતરી કરવામાં આવી હતી ત્યારે સિંહોની સંખ્યા 523 હતી. હવે વનવિભાગ દ્વારા ૩૦ હજાર ચોરસ કિલોમીટર જંગલ વિસ્તારમાં સિંહોની ગણતરી કરવામાં આવી છે. 2020માં આ સંખ્યા 674 પર પહોંચી છે. જેમાં પુખ્ત સિંહોની વાત કરવામાં આવે તો 161 નર અને 260 માદા સિંહ છે. પાઠડા સિંહોની સંખ્યામાં 45 નર અને 49 માદા છે. જ્યારે 22 વણઓળખાયેલા છે. તો સિંહ બાળની સંખ્યા 137 હોવાનું સામે આવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું ટ્વીટ
- Advertisement -
- Advertisement -

પીએમ મોદીએ ગીરના જંગલમાં સિંહની વસ્તી વધારાના સમાચારને લઈને ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે, ખુબ જ સારા સમાચાર, ગુજરાતના ગીર જંગલમાં રહેતા એશિયાટિક સિંહોની વસ્તીમાં 29 ટકાનો વધારો થયો.
ગણતરી માટે વન વિભાગે કુલ નવ જિલ્લાના તમામ ૧૩ ડિવિઝનનું જંગલ પગતળે કર્યું હતું. ૫મી અને ૬ઠ્ઠી જૂનના ૨૪ કલાક દરમિયાન અવલોકન કામગીરી કરાઈ હતી અને ૧૪૦૦ જેટલા કર્મચારીઓ કામે લાગ્યા હતા.
- Advertisement -