કોંગ્રેસે કપરાડા અને ડાંગ બેઠકના ઉમેદવારોના નામની કરી જાહેરાત. જાણો કોને મળી ટીકીટ.
- Advertisement -
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કૉંગ્રેસે આજે વધુ બે બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા હતા. ડાંગ, કપરાડા બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. આ પહેલા સોમવારે મોરબી,ધારી, કરજણ,અબડાસા અને ગઢડા બેઠક પરથી કૉંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ભાજપ દ્વારા તમામ આઠ બેઠક પર ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે.
- Advertisement -
કોંગ્રેસે કપરાડા બેઠક પર ભાજપના ઉમેદવાર જીતુ ભાઈ ચોધરી સામે બાબુ વરઠાને ઉતાર્યા છે. જ્યારે ડાંગ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજય પટેલની સામે સૂર્યકાંત ગાવિતને પાર્ટીમાંથી ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જો કે, કોંગ્રેસ પાર્ટી હજુ પણ એક બેઠક પર ઉમેદવારની જાહેરાત કરવામાં મૂંઝવણમાં જોવા મળી રહ્યું છે.
- Advertisement -
લીંબડી બેઠક પર હજી સુધી ઉમેદવારનાં નામ જાહેર કરવામાં આવી નથી. આ બેઠક પર જાતીય સમીકરણ અને એક કરતા વધારે પ્રબળ દાવેદાર હોવાના કારણે અહીં નામ પર હજી સુધી કોંગ્રેસ ચોક્કસ પરિણામ સુધી પહોંચી શકી નથી.
- Advertisement -