ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન.
- Advertisement -
ગુજરાત રાજ્યના પૂર્વ મુખંયમંત્રી કેશુભાઈ પટેલનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નિધન થયું છે. અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલનું નિધન થયું છે. કાર્ડિયાક અરેસ્ટના કારણે કેશુભાઇનું અવસાન થયુ છે. તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી. જે બાદ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ પણ આવ્યો હતો
- Advertisement -
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઇ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેઓ હોમ આઈસોલેટ થયા હતા. આજે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમણે 10 દિવસમાં કોરોનાને મહાત આપી હતી.કેશુભાઈ પટેલના કેરટેકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઘરના અન્ય લોકોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે દરમિયાન ગત 18 સપ્ટેમ્બરના રોજ કેશુભાઈ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડોક્ટરની સલાહ મુજબ તેમને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કેશુભાઈ 1995 અને 1998 થી 2001 સુધી એમ કુલ બે વખત ગુજરાતના મુખ્યમંત્રી પદ પર રહી ચૂક્યા છે. તેઓ ભાજપના પણ સિનિયર નેતા હોવાથી તેમનો રિપોર્ટ પોઝિટવ આવ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીએ પણ તેમના ખબર અંતર પૂછ્યા હતા.
- Advertisement -