fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને આપી રાહત, જાતિના પ્રમાણપત્ર-દાખલા માટે કરાયો આ મોટો નિર્ણય

487

- Advertisement -

કોરોના વાયરસની મહામારીના કારણે દેશભરમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું હતું. આ લોકડાઉનના કારણે અનેક લોકોને પ્રમાણપત્રોની માન્યતા પૂરી થઇ રહી હતી, તેવામાં રાજ્યના સંવેદનશીલ મપખ્યમંત્રી વિજય રૂપાણીએ આ માન્યતા(validity)ઓમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે રૂપાણી સરકાર દ્વારા વધુ એક રાજ્યના હજારો વિદ્યાર્થીઓને રાહત આપતો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર SEBC-OBC વિદ્યાર્થીઓ માટેના નિર્ણયો

- Advertisement -

SEBC-OBC વર્ગો માટેના જાતિના પ્રમાણપત્ર-દાખલાની મુદત ૧ વર્ષ સુધી વધારી આપવામાં આવી.

જે યુવાઓના આવા દાખલા-પ્રમાણપત્રની મુદત તા.૩૧ માર્ચ-ર૦ર૦ના પૂરી થાય છે તે દાખલાઓ હવે તા.૩૧ માર્ચ-ર૦ર૧ સુધી માન્ય રાખવામાં આવશે.

- Advertisement -

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા આવકના દાખલાઓ-પ્રમાણપત્ર જેની મુદત તા.૩૧-૩-ર૦ર૦ના પૂરી થતી હોય તે પણ એક વર્ષ એટલે કે તા.૩૧-૩-ર૦ર૧ સુધી વધારી આપવામાં આવી છે.

OBC માટેના નોન ક્રિમીલીયર સર્ટીફિકેટ આવક દાખલાની સમયમર્યાદા ૩ વર્ષની હોય છે. તેથી આવા જે નોન ક્રિમીલીયર પ્રમાણપત્રોની સમયમર્યાદા તા.૩૧-૩-ર૦ર૦ના પૂર્ણ થતી હોય તે આપોઆપ તા.૩૧-૩-ર૦ર૧ સુધી એટલે કે એક વર્ષ માટે વધારી દેવાશે.

આ મુદત વધારા માટે તેમણે મામલતદાર કચેરી કે કોઇ સક્ષમ સત્તાધિકારી સમક્ષ જવાની કે ઓનલાઇન અરજી કરવાની જરૂર રહેશે નહિં.

લોકડાઉન બાદ હવે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થતાં આવા લાખો યુવાઓને નોન ક્રિમીલીયર સર્ટીફિકેટના દાખલા મેળવવા મામલતદાર કચેરી કે સરકારી કચેરીએ જવું નહિ પડે અને તા. ૩૧ માર્ચ- ર૦ર૦ એ પૂરા થતા આવા દાખલા વધુ એક વર્ષ એટલે કે તા.૩૧-૩-ર૦ર૧ સુધી માન્ય રહેતા મોટી રાહત મળશે.

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!