ગુજરાત સરકાર આપશે ગુજરાતીઓના ખાતામાં આટલા રૂપિયા- જાણો કેવી રીતે મળશે લાભ
- Advertisement -
કેનેડામાં જે રીતે સરકાર દ્વારા અસર ગ્રસ્તોને બેંક એકાઉંટમાં નાણાકીય સહાય કરી હતી તેવી રીતે ગુજરાત સરકાર પણ આવો નિર્ણય કરી ચુકી છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રીનો પ્રજાલક્ષી નિર્ણય કરતા NFSA હેઠળ આવતા 66 લક કુટુંબોને સોમવારથી બેંક એકાઉન્ટમાં 1000 રૂપિયા જમા કરાવવામાં આવશે. મુખ્યમંત્રીના મુખ્ય સચિવ અશ્વિની કુમારે જાણકારી આપતા કહ્યું કે, ગુજરાતના 66 લાખ બેંક એકાઉન્ટમાં આ રકમ આપવામાં આવશે.
- Advertisement -
ગુજરાત સરકાર 660 કરોડ રૂપિયા ફાળવીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મદદ કરવા જઈ રહી છે. આ લાભ લેવા માટે લાભાર્થીઓને કશું કરવાનું નથી. સરકાર પાસે રહેલી વિગતો પરથી જ આ લાભ સીધો લાભાર્થીઓને મળશે. આ માટે કોઈ ફોર્મ પણ ભરવાનું રહેતું નથી. કે કોઈ ફોર્માલીટી પણ કરવાની રહેશે નહી.
- Advertisement -