fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

હાર્દિક પટેલે ઓબીસી કમિશનને 11 પાનાની કરી અરજી, સકારાત્મક જવાબ મળતાં માન્યો આભાર.

523

- Advertisement -

અમદાવાદ: હાર્દિક પટેલ અને તેના 25 સાથીદારો સાથે પછાત વર્ગ કમિશનને અનામત મામલે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ઓબીસી પંચ સાથે મુલાકાત બાદ મીડિયાને સંબોધિત કરતાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં પાટીદાર સમાજને આર્થિકરૂપે સામાજિક રૂપે પછાત ગણીને બંધારણીય અનામત એ હેતુંથી ગુજરાતના ઓબીસી કમિશનના ચેરમેન સુજ્ઞાબેન ભટ્ટને 11 પાનાની અરજી તમામ સર્વે, તમામ પુરાવા સાથે આપવામાં આવી હતી. સુજ્ઞાબેન ભટ્ટે આ અરજીને સહજતાથી સ્વિકારી હતી. ખૂબ જ સકારાત્ક જવાબ આપ્યા હતા.

એક અઠવાડિયામાં ઓબીસી કમિશન સકારાત્મક જવાબ આપશે. તેમણે જણાવ્યું હતું કે એક અઠવાડિયા બાદ સમિતિને લીડ કરનારા પાંચ વ્યક્તિને હું રૂબરૂ મળીશ અને બેસીને ગુજરાતના સમાજનું સામાજિક અને આર્થિક ધોરણે જે પણ સર્વે કરવાની જે પણ પદ્ધતિ હશે તેન આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. 3 વર્ષના અંતે ઓબીસી કમિશનમાં 11 પાનાની લેખિત અરજી કરવામાં આવી ત્યારે અમને જે પ્રકારે આશા હતી તે પ્રમાણે સકારાત્મક રિસ્પોન્સ આપ્યો છે તેથી હુંન ઓબીસી કમિશનનો આભાર માનું છું.
jasdan-election

- Advertisement -

- Advertisement -

મહારાષ્ટ્રમાં જે પ્રકારે ઓબીસી કમિશન દ્વારા જે સર્વે કરવામાં આવ્યો અને મરાઠા સમાજને 100 ટકા અનામત આપવાની ત્યાંની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. ત્યારબાદ ગુજરાતમાં પાટીદાર સમાજ દ્વારા જે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતના પાટીદાર યુવાનોમાં ખુશીનું વાતાવરણ ઉભું થયું છે. ત્યારે સફળતા મળવાના ચાન્સ છે.

હવે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી પાસે આશા રાખીએ છીએ કે જો મહારાષ્ટ્રમાં સાડા ત્રણ જૂની ભારતીય જનતા પાર્ટી સુંદર મજાનું પગલું ભરી શકતી હોઇ અને 32 ટકા મરાઠા લોકોના હિત માટે વિચારી શકતી હોઇ તો 25 વર્ષથી ગુજરાતમાં રાજ કરતી ભારતીય જનતા પાર્ટી ગુજરાતના 17 થી 18 ટકા ગરીબ ખેડૂત અને મજૂરી કરતા પાટીદાર સમાજના હિતનું પણ વિચારે અને તત્કાલિન ઓબીસી કમિશનને સર્વે કરવાની સૂચના આપવામાં આવે અને તેના અનુસંધાને સમાજને જે પણ બંધારણીય અનામત આપવામાં આવે તેવી આશા રાખીએ છીએ.

આ પહેલાં હાર્દિક પટેલના નિવાસસ્થાને પાસના સભ્યો સાથે ભૂતકાળમાં થયેલી મૌખિક અરજીઓ અને OBC પંચમાં રજૂઆતના મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ પણ અનેક વાર રજૂઆત કરી હોવાનો હાર્દિકે દાવો કર્યો છે.

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!