fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

પ્રેમ અને આત્મીયતાનો ભાવ પ્રગટાવી હઠ, માન અને ઇર્ષાથી માનવી મુકત બને તો જીવન તીર્થરૂપ થાય : પૂ.હરિપ્રસાદ સ્વામી

450

- Advertisement -

ભાવનગર ઃ હરિપ્રસાદ સ્વામીજીએ આત્મીય સમાજ દ્વારા હરિપ્રસાદ સ્વામીજીના85માં પ્રાગટય નિમિતે યોજાયેલ આત્મીય સ્નેહ મિલનમાં કહ્યુ હતુ કે જીવન તીર્થરૂપ બને તેમા તીર્થયાત્રાની સાર્થકતા છે. તીર્થમાં દર્શન, ભજન સત્સંગ કરીએ તેની અસર પરિવારમાં પ્રેમ અને આત્મીયતાના પ્રગટીકરણ દ્વારા દેખાવી જોઇએ હઠ, માન અને ઇર્ષ્યાથી મુકત થવાય તો જીવન તીર્થરૂપ બને વિચારોમાં પ્રવિત્રતા અને વ્યવહારમાં આત્મીયતા પ્રગટે અને જીવનને આ રીતે સાર્થક બનાવવા માટે ભગવાનના ધારક એવા સાચા સંત સાથેની મૈત્રી અનિર્વાય છે.

ભગવાન સ્વામીનારાયણની આ કલ્યાણ પરંપરાના વર્તમાન જયોતિર્ધર અને યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ પૂ.હરિપ્રસાદ સ્વામીજીના 85માં પ્રાગટય પર્વની ભાવસભર અને ભવ્ય ઉજવણી તા. 6 જાન્યુઆરીએ

- Advertisement -

આત્મીય યુવા મહાસંગમ તરીકે થવાની છે.

- Advertisement -

આત્મીય યુવા મહાસંગમનો હેતુ સમજાવતા પૂ.ત્યાગવલ્લભ સ્વામીએ કહ્યુ હતુ કે આત્મીય સમાજ દ્વારા કોઇપણ ઉત્સવ ઉજવવાનુ આયોજન થાય ત્યારે સ્વામીજીની ભાવના એક જ હોય કે ઉત્સવના કેન્દ્રમાં યુવાનો હોવા જોઇએ કારણ કે સ્વામીજી માને છે. કે જો યુવાનો બચશે તો દેશ બચશે સંસ્કૃતિના સંસ્કારો બચશે.ભારતને તેની આર્થિક સધ્ધરતા નહી પવિત્ર, પ્રમાણિક, આત્મીય અને વિવેકી યુવાનો પુનઉ પરમ વૈભવના શિખરે પહોંચાડશે. એટલા માટે જ જીવનના નવમાં દાયકામાં પણ યુવાનો જેવી સ્કૂર્તિ અને અભિગમથી સતત સેવારત રહે છે.

દર વર્ષે ગુજરાતના અલગ, અલગ જિલ્લાઓમાં આ પ્રકારનો આત્મીય યુવા મહાસંગમ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં યોજવામાં આવે છે. આ વર્ષે ભગવાન સ્વામીનારાયના યુગકાર્યમાં અનોખુ યોગદાન આપનાર ગોહિલવાડની પસંદગી કરાઈ છે.

આગામી 6 જાન્યુઆરીએ ભાવનગર સ્થિત શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજની સામેના પ્રાગણમાં યોજાનાર આત્મીય યુવા મહાસંગમનો ગોહિલવાડનો ભાવિક સમુદાય લાભ લઇ શકે તે માટે આમંત્રણ આપવા સમાજના વિવિધ વર્ગોનો પ્રતિનિધિઓનુ સ્નેહમિલન યોજવામાં આવ્યુ હુ.

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!