આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે કઈ રીતે ગુજરાતની સ્થાપના થઇ તેના વિશે થોડું જાણીયે
- Advertisement -
1947માં ભારતને આઝાદી મળી અને ભારતના ભાગલા પછી સરકારે ગુજરાતના રજવાડાંઓનું ત્રણ ભાગમાં વિભાજન કર્યુ. કચ્છ, સૌરાષ્ટ અને બૃહદ મુંબઇ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં, જ્યારે મુંબઇ રાજમાં મોટા ભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો.
સ્વતંત્રતા પછી 1948માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી હતી. 1956માં મુંબઇ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રનો તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યોના કેટલાક ભાગનો સમાવેશ કરવામાં આવ્યો હતો.નવા મુંબઇ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા જ્યારે અન્ય ભાગની ભાષા મરાઠી હતી.
- Advertisement -
1960ની 1,મેએ મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનો અને મહાગુજરાત આંદોલન થકી મુંબઇ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી હતી. ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત,સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરવામાં આવ્યો. આમ પ્રથમ વખત ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવ્યો.
- Advertisement -
ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ હતું. 1970માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી.
ગુજરાતની આ સ્થાપના બાદ અલગ રાજ્યની રચના થયા બાદ ગુજરાતની અલગ વ્યવસ્થા રચાઇ અલગ વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવ્યું. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો.જીવરાજ મહેતા બન્યા અને સરકાર રચાઈ. આજ સુધીમાં ગુજરાતે 16 મુખ્યમંત્રી આપ્યા છે. જેમાં બળવંતરાય મહેતા હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ ઘનશ્યામભાઈ ઓઝા ચીમનભાઇ પટેલ નરેન્દ્ર મોદી આનંદી બેન પટેલ અને હાલના વિજય રૂપાણી જેવા મુખ્યમંત્રીઓએ ગુજરાતનું સંચાલન કરીને ગુજરાતના વિકાસમાં સક્રિય ફાળો નોંધાવ્યો.
આજે ગુજરાત થયાના આજે 60 વર્ષ થયા છે કેટલીય સરકાર બદલાઇ કેટલાય મંત્રીઓ આવ્યા ધારાસભ્યો આવ્યા અને ગુજરાની ગતિમાં વધારો કર્યો. આજે ગુજરાત વિશ્વ સ્તરે જાણીતું બન્યું છે. ગુજરાતે કેટલાય દુષ્કાળ જોયા ધરતીકંપ જોયો તેવા કેટલાય ચઢાવ-ઉતાર વચ્ચે ગુજરાત અડીખમ રહ્યું અને તેમ છતાં એક બ્રાંડ બની વિશ્વ સ્તરે ચમકવા લાગ્યું.
ગુજરાતી માટે એક પંક્તિ લખાઇ છે કે જ્યાં-જ્યાં વસે એક ગુજરાતી ત્યાં-ત્યાં સદાકાળ ગુજરાત….અને સાચા અર્થમાં તે સાર્થક થયું છે. ગુજરાતની પ્રજા આજે વિશ્વના કેટલાય દેશોમાં ફેલાયેલ છે તથા વિદેશમાં પણ સારું સ્થાન ગુજરાતીઓ પામ્યા છે ત્યારે આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે સૌને ભાવનગર ન્યૂઝ સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવે છે.
- Advertisement -