fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

ભગવાન પરશુરામના જીવનના આ રહસ્યો તમે નહિ ખબર હોય. જાણો તેમના જીવનના પ્રસંગો.

484

- Advertisement -

હિંદુ પંચાંગ અનુસાર વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની ત્રીજે ભગવાન પરશુરામની જન્મ જયંતી માનવામાં આવે છે. ધર્મ ગ્રંથો અનુસાર તે દિવસે ભગવાન વિષ્ણુનો આવેશ અવતાર પરશુરામજી જન્મ થયો હતો.

ધર્મ ગ્રથોમાં ઘણા મહાપુરુષોનું વર્ણન છે જેને આજે પણ અમર માનવામાં આવે છે. તેને ચિરંજીવીઓ પણ કહેવામાં આવે છે. તેમાંથી એક ચિરંજીવી મહાપુરુષ ભગવાન પરશુરામ છે. એવી માન્યતાઓ પ્રચલિત છે કે ભગવાન પરશુરામ વર્તમાન સમયમાં પણ ક્યાંક તપસ્યામાં લીન છે.

- Advertisement -

 ભગવાન પરશુરામ નો જન્મ:

મહર્ષિ ભૃગુના પુત્ર રુચીકના લગ્ન રાજા ગાધીની પુત્રી સત્યવતી સાથે થયા. લગ્ન બાદ પોતાના સસરા મહર્ષિ ભૃગુ પાસે પોતાની માટે એક પુત્રની યાચના કરી ત્યારે મહર્ષિએ સત્યવતીને બે ફળ આપ્યા. અને કહ્યું કે ઋતુ સ્નાન પછી તારે ગુલાર વૃક્ષ અને પીપળાના વૃક્ષ સાથે આલિંગન કરી આ ફળ ખાય લેવા.

પરંતુ સત્યવતીએ આ કામ માં થોડી ભૂલ કરી. તે વાતની જાણ મહર્ષિ ભૃગુને ખબર પડી ગઈ. ત્યારે તેમને સત્યવતીને કહ્યું કે તમે ખોટા વૃક્ષને આલિંગન કર્યું છે તો તમારો પુત્ર બ્રહ્માણ હોવા છતાં તેનામાં ક્ષત્રીય ગુણ હશે. છતાં પણ તે બ્રામ્હણ જેવું આચરણ કરશે.

ત્યારે સત્યવતીએ વિનંતી કરી કે મારો પુત્ર ક્ષત્રીય જેવો ન થાય. એના બદલામાં ભલે મારા પૌત્રો ક્ષત્રીય ગુણો વાળા થાય. ત્યારે મહર્ષિ ભુગુએ કહ્યું કે તો તેમજ થશે. થોડા સમય પછી જમદગ્ની ઋષીએ સત્યવતીના ગર્ભમાંથી જન્મ લીધો. તેમનું આચરણ બ્રામ્હણ ઋષીઓ સમાન જ હતું. તેમના લગ્ન રેણુકા સાથે થયા. મુની જમદગ્નીના ચાર પુત્રો થયા. તેમાં પરશુરામ ચોથા પુત્ર હતા. આ પ્રકારે સત્યવતીની ભૂલને કારણે તેના પુત્રનો પુત્ર પરશુરામ ક્ષત્રીય સ્વભાવ સમાન થયો.

 રામ માંથી કેવી રીતે બન્યા પરશુરામ:

બાલ્યાવસ્થામાં પરશુરામના માતા પિતા તેને રામ કહીને બોલાવતા હતા. જયારે રામ થોડા મોટા થયા ત્યારે તેને તેના પિતા પાસેથી વેદોનું પ્રાપ્ત કર્યું. અને સાથે સાથે ધનુરવિદ્યા પણ મેળવી. મહર્ષિ જમદગ્નીએ હિમાલય પર જઈ ભગવાન શિવજી ની ઉપાસના કરી તેને પ્રસન્ન કરવા કહ્યું. પરશુરામે પિતાની આજ્ઞા પ્રમાણે કર્યું. શિવજીએ તપસ્યાથી ખુશ થઈને પરશુરામને આસુરોનો નાશ કરવા કહ્યું.
પરશુરામે એક પણ અસ્ત્રની સહાય વગર અસુરોનો નાશ કર્યો. પરશુરામનું આ પરાક્રમ જોઇને શિવજીએ તેમને અસ્ત્ર શસ્ત્ર પ્રદાન કર્યા. તેમાંથી એક શસ્ત્ર પરશુ હતું તે શસ્ત્ર પરશુરામને અત્યંત પ્રિય હતું. તેથી તે અસ્ત્રને પ્રાપ્ત કાર્ય પછી તેમનું નામ પરશુરામ પડ્યું.

ભગવાન પરશુરામે પરશુથી ગણેશજી નો દાંત તોડ્યો તેની કથા

- Advertisement -

બ્રહ્મવેંવર્ત પુરાણ અનુસાર એક વાર પરશુરામ જયારે ભગવાન શિવના દર્શન માટે કૈલાસ પહોંચ્યા ત્યારે ભગવાન શિવજી ધ્યાનમગ્ન હતા. ત્યારે ગણેશજીએ પરશુરામને ભગવાન શિવજીને મળવા ન દીધા. તે વાતથી ક્રોધિત થઇ ભગવાન પરશુરામજીએ તેના અત્યંત પ્રિય પરશુથી ગણેશજી પર વાર કર્યો.તે પરશુ સ્વયં ભગવાન શિવજીએ પરશુરામજી ને આપ્યું હતું. શ્રીગણેશજી તે અસ્ત્રનો વાર ખાલી જવા દેવા ન માંગતા હતા. તેથી તે વાર ગણેશજી એ વાર પોતાના દાંત પર જાલી લીધો.જેના કારણે એક દાંત તૂટી ગયો ત્યારથી ગણેશજી એકદંત તરીકે ઓળખાય છે.
આ સિવાય ભગવાન પરશુરામની અન્ય નીચે આપેલી કથાઓ પણ પ્રચલિત છે.

શા માટે કર્યો માતાનો વધ?

એક વાર પરશુરામના માતા સ્નાના કરી આશ્રમ તરફ ફરી રહ્યા હતા. ત્યારે સંયોગ ના રાજ ચિત્રરથ પણ જળ વિહાર કરી રહ્યા હતા. રાજાને રેણુકાના મનમાં વિકાર ઉત્પન્ન થયો તે આશ્રમે પહોંચ્યા ત્યારે તેને જોઇને જામદગ્રીને રેણુકાના મનની વાત જાની લીધી અને તેના પુત્રોને માતા રેણુકાનો વધ કરવાનું કહ્યું પરંતુ મોહવશ કોઈ પણ પુત્રએ આજ્ઞાનું પાલન ન કર્યું.
ત્યારે પરશુરામે વગર વિચાર્યે તેની માતાનું માથું ધડથી અલગ કરી દીધું. તે જોઇને મહર્ષિ જમદગ્રી પ્રસન્ન થયા અને તેમને પરશુરામને વરદાન માગવા માટે કહ્યું. ત્યારે પોતાની માતાને જીવિત કરવા કહ્યું અને તે વાત નું તેને જ્ઞાન ન રહે. તેવું વરદાન માગ્યું. અને તે વરદાનના ફળ સ્વરૂપે તેની માતા પુનઃ જીવીત થયા.

કર્ણને આપેલો શ્રાપ:

મહાભારત અનુસાર પરશુરામ ભગવાન વિષ્ણુના જ અંશ અવતાર હતા. કર્ણ પણ તેમનો શિષ્ય હતો. કારણ એ તેનો પરિચય એક સુતપુત્રના રૂપે આપ્યો હતો. એક વાર પરશુરામ કર્ણના ખોળામાં માથું રાખીને સુઈ ગયા હતા. તે સમયે કર્ણને એક ભયંકર જીવ જંતુ કરડ્યું. ગુરુજીની ઉંઘમાં કઈ વિઘ્ન ન આવે તેવું વિચારી કર્ણ દર્દ સહન કરતો રહ્યો. પરંતુ તેમને પરશુરામને ઊંઘમાંથી ઉઠાડ્યા નહિ.
ઊંઘમાંથી ઉઠ્યા ત્યારે પરશુરામે તે જોયું અને સમજી ગયા કે આ સુતપુત્ર નથી.પરંતુ ક્ષત્રીય છે. ત્યારે પરશુરામ ગુસ્સે થઇ અને કર્ણને શ્રાપ આપ્યો કે મારી શીખવેલી શસ્ત્ર વિદ્યાની તારે જયારે અત્યંત આવશ્યકતા હશે તે સમયે તું તે વિદ્યા ને ભૂલી જઈશ. આમ ભગવાન પરશુરામના શ્રાપના કારણે કર્ણનું મુત્યુ થયું હતું.

કામધેનું ગાય પરત લાવ્યા.

આ વાત તે વખતની છે કે, પૃથ્વી પર સહસ્ત્રાર્જુન નામે રાજા હતો. તે ખુબ જ શક્તિશાળી હતો. તેને ભગવાન દતાત્રેય પાસેથી એક હાજર હાથનું (હાજર હાથની શક્તિનું) વરદાન મળ્યું હતું. તેનાથી તે ખુબ જ શક્તિશાળી તેમજ અભિમાની થઇ ગયો હતો. એક વખત તેને વરુણ દેવ દ્વારા ખબર પડી કે, આ સમગ્ર પૃથ્વી પર હજુ એક યોદ્ધ છે જે તમને હરાવી શકે છે. અને તે છે સ્વયં પરશુરામ અને તે તમારી કરતા પણ વધુ શક્તિશાળી છે. તે વાત સંભાળીને સહસ્ત્રાર્જુનને પોતાનું અપમાન થતું હોય તેમ લાગ્યું એટલે તેણે નક્કી કર્યું કે, એક વખત તો પરશુરામને મળવું જ છે.

તે નક્કી કરી મનમાં ક્રોધ સાથે સહસ્ત્રાર્જુન પરશુરામને મળવા તેના આશ્રમ જાય છે. તે આશ્રમે જઈને તેને ખબર પડે છે કે, પરશુરામ તો આશ્રમ પર હતા નહિ. પણ પરશુરામના પિતાશ્રી જમ્દગ્નીએ સહસ્ત્રાર્જુનનું સ્વાગત કર્યું. તે સ્વાગતમાં સહસ્ત્રાર્જુનને ભાતભાતના ભોજન અને પકવાન જમાડ્યા. ભોજન કરીને સહસ્ત્રાર્જુનએ જમ્દગનીને પૂછ્યું કે, આટલું સારું આતિથ્ય કરવા પાછળનું શું કારણ છે અને આટલા ભાતભાતના ભોજન પકવાન કઈ રીતે બનાવ્યા. આ વાત સંભાળીને જમ્દગનીએ કહ્યું કે, મારી પાસે ઈન્દ્રદેવ દ્વારા દેવાયેલી કામધેનું ગાય છે જે બધી ઇચ્છાઓ પૂરી કરે છે. સહસ્ત્રાર્જુન આ વાત સંભાળીને થોડો આશ્વર્ય ચકિત થઇ ગયો અને મનમાં લાલચ જાગી અને નક્કી કર્યું કે, આ ગાય તો હું લઇ જઈશ આ મારી પાસે હોવી જોઈએ. સહસ્ત્રાર્જુનએ ઋષિ જમ્દાગની પાસે તે ગાય માગી.

ઋષિ જમ્દાગ્નીએ તે ગાય દેવાનો સાફ ઇનકાર કરી દીધો. આ વાત સાંભળી સહસ્ત્રાર્જુનને ગુસ્સો આવ્યો અને તેને ત્યાં ઋષિ જમ્દાગની સાથે બળજબરી કરીને હુમલો કરીને તે કામધેનું ગાય લઈને ત્યાંથી પલાયન થઇ ગયો. જયારે ભગવાન પરશુરામ ત્યાં આવ્યા ત્યારે તેને ખબર પડી કે, સહસ્ત્રાર્જુનએ આવું કર્યું છે તો તેમને ખુબ ગુસ્સો આવ્યો અને તેમને ત્યાંજ પ્રણ લીધું કે, તે પુરા ક્ષત્રિય વંશનો નાશ કરી દેશે.
આમ, તેમને સહસ્ત્રાર્જુન સાથે ખુબ ભયંકર યુદ્ધ કર્યું અને ભગવાન પરશુરામને શિવાજીનું વરદાન હતું એટલે તેમને સહસ્ત્રાર્જુનને હરાવી દીધો અને બીજા તમામને મોતને ઘટ ઉતારી દીધા.અને કામધેનું ગાય પરત લઇ આવ્યા. અને તેવું કહેવાય છે  કે, પરશુરામ ચિરંજીવી છે. અને આજ પણ મહેન્દ્ર્ગીરીના પર્વતો પર ભગવાન શિવજીની તપસ્યા કરી રહ્યા છે.

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!