fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

જાણો ભાવેણાની ધરોહર સમા વિક્ટોરિયા વિક્ટોરિયા પાર્ક વિશે

624

- Advertisement -

ભાવનગરનું એ સદનસીબ છે કે, ભાવનગરને વિક્ટોરિયા પાર્કની અદ્વિતીય ભેટ પ્રાપ્ત થઈ છે. સમગ્ર દેશમાં ભાવનગર અને ભોપાલ જ્યારે ગુજરાતમાં એક માત્ર ભાવનગર એવું શહેર છે જેની નજીક આટલું સુંદર વન લહેરાઈ રહ્યું છે. આ વન વિસ્તારની સ્થાપના ૨૪ મે ૧૮૮૮[૧]ના રોજ ભાવનગર રજવાડાંનાં તત્કાલીન મહારાજા તખ્તસિંહજી જસવંતસિંહજી(૧૮૫૮–૧૮૯૬) દ્વારા કરવામાં આવી હતી

ભાવનગરનો વિકટોરિયા પાર્ક અનેક આયુર્વેદિક ઔષધિનું ઉદ્દગમસ્થાન છે તો પક્ષીઓની પણ અનેક વિવિધતા છે. ભૌગોલિકતાની દ્રષ્ટિએ અને કુદરતી સૌંદર્યમાં આ પાર્ક બેજોડ છે. અંદાજિત 202 હેક્ટર જમીનમાં પથરાયેલા આ પાર્કથી સવા છ લાખ જેટલા શહેરીજનોને સ્વચ્છ ઓક્સિજન મળે છે. .

- Advertisement -

- Advertisement -

ભાવનગર રાજ્યના સમયમાં વિક્ટોરિયા પાર્કમાં ૯ પ્રકારના હરણ વિહરતા હતા. જેમાં હોગ ડીઅરનો પણ સમાવેશ થાય છે. વન્ય પ્રાણીઓને તેમને અનુકૂળ કુદરતી વાતાવરણ મળી રહે અને છતાં કોઈ વન્ય પ્રાણી સાજુ માંદુ હોય તો ખ્યાલ આવે તે માટે ભોજનશાળાની વ્યવસ્થા હતી. જે અંગે મહારાજાને રીપોર્ટ કરવામાં આવતો.

વન્ય પ્રાણીઓને પીવાનું પાણી મળી રહે તે માટે પાર્કની અંદર કૃષ્ણકુંજ તળાવ તૈયાર કરાયું હતું. જે આજે પણ મોજુદ છે. બોરતળાવમાંથી સીધુ પાણી કૃષ્ણકુંજ તળાવમાં આવી શકે તેવી વ્યવસ્થા હતી. વન્ય પ્રાણીઓ પાર્કમાંથી કૂદીને બહાર ન જઈ શકે તે માટે પાર્કની ચોતરફ પાણીની નીક બનાવવામાં આવી હતી. જેના અવશેષો આજે પણ જોઈ શકાય છે.

હાલ વન વિભાગ હસ્તકના આ પાર્કમાં શહેરીજનો સવાર સાંજ વોકીંગ માટે જાય છે. દીર્ઘદ્રષ્ટા પ્રજાવત્સલ રાજવીઓ લોકોને કેવી યાદગાર ભેટ આપી શકે છે તેનું આ વિક્ટોરિયા પાર્ક ઉત્તમ ઉદાહરણ છે.

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!