હવે એક વધારે ગ્લોબલ કંપની IBM ને લીડ કરશે ભારતીય
- Advertisement -
હવે એક વધારે ગ્લોબલ કંપની IBM ને લીડ કરશે ભારતીય.
અમેરિકાની સૌથી મોટી કંપની ઇન્ટરનેશનલ બિઝનેશ મશીન્સ (IBM) ના નવા CEO હવે ભારતીય મૂળના અરવિંદ કૃષ્ણા બનશે. તે આઇબીએમના CEO વર્જિનિયા રોમેટીની જગ્યા લેશે. 12,588 કરોડ ડોલરની માર્કેટ કેપ ધરાવતી કંપની IBMને 57 વર્ષ અરવિંદ કૃષ્ણા (Arvind Krishna to be new IBM CEO) 6 એપ્રિલથી આ નવી જવાબદારીઓ સંભાળશે. અરવિંદ હાલ IBMના ક્લાઉડ અને કૉગ્નિટિવ સોફ્ટવેયરના પ્રેસિડન્ટ છે. અને હાલ તે IBM ક્લાઉડ, IBM સિક્યોરિટી અને કૉગ્નિટિવ એપ્લિકેશન બિઝનેસ અને IBM રિસર્ચ સાથે જોડાયેલા છે.અરવીંદ ક્રિષ્ના એ IIT-kanpur થી Phd કરેલુ છે.
- Advertisement -
- Advertisement -

બિગ બ્લુના નામે દુનિયામાં ફેમસ આ આઇટી કંપની 16 જૂન 1911એ સ્થાપના થઇ હતી. કોમ્પ્યૂટર કંપનીઓમાં આઇબીએમ એકમાત્ર તેવી કંપની છે જેને ત્રણ નોબેલ પુરસ્કાર, ચાર ટૂરિંગ પુરસ્કાર, પાંચ રાષ્ટ્રીય પ્રોદ્યોગિક પદક તથા પાંચ રાષ્ટ્રીય વિજ્ઞાન પદક મળ્યા છે. આ કંપનીના નામે દુનિયાના સૌથી વધુ પેટેંટ છે. 16 જૂન 1911 આ કંપનીએ પોતાનું કાર્યક્ષેત્ર બદલીને કમ્પ્યૂટર રિસર્ચ કરી લીધું હતું. અને 1924માં તેણે પોતાનું વર્તમાન નામ આઇબીએમ અપનાવ્યું હતું. 1981માં આઇબીએમે પર્સનલ કમ્પ્યૂટરના વેચાણની શરૂઆત કરી હતી. જેને જલ્દી જ આઇબીએમને દુનિયાની શ્રેષ્ઠ કંપનીમાંથી એક બનાવી દીધી હતી.
માઇક્રોસોફ્ટ, ગુગલ, આલ્ફાબેટ, માસ્ટરકાર્ડ, એડોબ કંપની દરેક ને ભારતીય લીડ કરે છે.
- Advertisement -