ભાવનગરને સ્વચ્છ રાખવા પ્રયત્નો કરતા કોરોના વોરીયર્સ એવા સફાઈ કામદારોને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય એવી દવાનું વિતરણ કરવામા આવેલ
- Advertisement -
કન્ટેન્મેન્ટ ઝોન સાથે ભાવનગરને સ્વચ્છ રાખવા અથાગ પ્રયત્નો કરતા કોરોના વોરીયર્સ એવા સફાઈ કામદારોને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તેવા હેતુ સાથે ભાવનગર મહાનગરપાલિકાનાં જાહેર આરોગ્ય કમિટિનાં પ્રયાસોથી જ્ઞાનમંજરી એજ્યુકેશન ફાઉન્ડેશન કાળીયાબીડના મુખ્ય આર્થિક સહયોગથી અને સહ સહયોગી પટેલ મેડીકલ સ્ટોરનાં સંયુક્ત ઉપક્રમે વિટામીન-સી અને ઝીંક ટેબલેટ્સ એક કામદારને ૩૦ દિવસ ચાલે તેટલી આ દવાનું વિતરણ કરવામા આવેલ જેનાથી સફાઈ કામદાર ની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે અને તમામ સફાઈ કર્મચારીને મોટિવેશન મળશે.
- Advertisement -

- Advertisement -
આ પ્રસંગે ભાવનગર મહાનગરપાલિકાનાં માન.મેયરશ્રી મનહરભાઈ મોરી, કમિશનર શ્રી એમ. એ. ગાંધી, જ્ઞાનમંજરી ફાઉંડેશન પરિવાર માથી શ્રી એમ.એમ.નાકરાણી અને ઉપસ્થિત રહેલ શ્રી અવિનેશભાઈ પટેલ, પટેલ મેડિકલ સ્ટોર ના શ્રી કિશોરભાઈ પટેલ (U.S.A) ના પ્રતિનિધી શ્રી દિગંતભાઈ પટેલ, સહયોગિ બી.ડી. કોર્પોરેશન ના શ્રી સંતોષભાઈ ઉપાધ્યાય અને શ્રી કેતનભાઈ પરિખ ઉપસ્થિત રહેલ. આ આજરોજ કાર્યક્રમ મા ભાવનગર માહાનગરપાલિકાનાં પટાંગણ માં કરવામાં આવેલ. ભાવનગર શહેરનાં ૧૩ વોર્ડ નાં એસ.આઈ.ને આ ટેબલેટ વિતરણ કરવા માટે કામગીરી સોપવામા આવેલ
- Advertisement -